Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સોના બાદ ચાંદીના દાગીના પર પણ ફરજિયાત હોલમાર્કનો નિયમ લાગુ

સોના -ચાંદીના દાગીના કુલ વેચાણની જાણકારી મળી રહેશે : ૬ જાન્યુઆરી, ૨૦૨૨ પહેલા તમામ કાર્યવાહી કરી લેવા જણાવાયું

મુંબઇ,તા. ૨૭ : સોનાના દાગીના પર હોલમાર્ક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યા બાદ ૩ જાન્યુઆરી, ૨૦૨ ર પહેલાં ચાંદીના દાગીના પર પણ ફરજિયાત હોલમાર્ક કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેથી જવેલર્સને પૂરતો સમય મળી રહે તેને ધ્યાને રાખીને બીઆઇએસ (બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ) દ્વારા પણ સત્ત્।ાવાર જાહેરનામું બહાર પાડી દેવાયું છ.

સોના-ચાંદીના દાગીનામાં થતી ભેળસેળ અટકાવવાની સાથે સાથે દર મહિને કેટલા રૂપિયાના દાગીના વેચાય છે તેની સચોટ જાણકારી મળી રહે તે માટે ફરજિયાત હોલમાર્કનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. કારણ કે, જેટલા પણ દાગીનાનું હોલમાર્કનું સર્ટિફિકેટ આપવામાં આવે એટલે તેની જાણકારી ઓનલાઈન જ સરકારને મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. તેમજ ગ્રાહક પણ છેતરાય નહીં તે માટે ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ લાવવામાં આવ્યો છે. જોકે, અત્યાર સુધી સોનાના દાગીના પર જ આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જયારે આગામી ૬ જાન્યુઆરી, ૨૦૨૨ પહેલાં ચાંદીના દાગીના પર પણ હોલમાર્ક ફરજિયાત લાગુ કરવા માટેનું સત્ત્।ાવાર જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. આ અંગે જવેલર્સ નૈનેષ પચ્ચીગરે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને ફરજિયાત અમલ કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તેમજ આ માટે પૂરતો સમય પણ આપવામાં આવ્યો છે, જેથી જવેલર્સ દ્વારા હાલમાં જે પણ સ્ટોક હોય તેની જાણ સરકારને કરવામાં આવે અથવા તો તેના પર હોલમાર્ક કરીને જ વેચાણ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરી છે.

(10:23 am IST)