Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ત્રીજી લહેરને લઇને રાહતના એંધાણ : એઈમ્સએ કહ્યું _ દેશમાં પુરતા પ્રમાણમાં લોકોમાં ઈમ્યૂનિટી

વસ્તીના મોટાભાગનું રસીકરણ ન થઈ જાય ત્યાં સુધી ભીડ અને કારણ વગર લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ: ડો, ગુલેરીયા

નવી દિલ્હી :  કોરોનાની બીજી લહેરમાં દેશમાં સામે આવેલા મામલા અને દર્દીના મોતે સરકાર અને જનતાની ચિંતા વધારી છે.સ્વાસ્થ્ય વ્યવસ્થા કથળી ગઈ હતી. આ દરમિયાન દવાઓ અને ઓક્સિજનની અછતથી મોત થયાનું સામે આવ્યું હતું. આ બધાની વચ્ચે દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે આવનારા મહિનામાં વાયરસ નાટકીય રુપથી વેરિએન્ટ નહીં બદલે. તેમણે કહ્યું કે દેશમાં પુરતા પ્રમાણમાં લોકોમાં ઈમ્યૂનિટી બની છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના અનુસાર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે અમે એ અનુમાન નથી લગાવી શકતા કે વાયરસ કેવી રીતે વર્તશે. પરંતુ એવું લાગે છે કે આવનારા મહિનામાં વાયરસ એટલો નાટકિય રીતે નહીં બદલાય. તેમણે કહ્યું કે સીરો સર્વે અનુસાર જનસંખ્યામાં પ્રતિરક્ષા પુરતા પ્રમાણમાં છે.

જો કે ગુલેરિયાએ એમ પણ કહ્યું કે કેટલાક મહિના સુધી આપણી વસ્તીના મોટાભાગનું રસીકરણ ન થઈ જાય ત્યાં સુધી ભીડ અને કારણ વગર લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. જેથી ત્રીજી લહેરને રોકી શકીએ છીએ.

(12:00 am IST)