Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 628 નવા કેસ નોંધાયા છે. સોમવારના અહેવાલ મુજબ, 3 દર્દીઓના મોત પણ થયા છે અને 1,011 દર્દીઓ સાજા

હાલમાં દિલ્હીમાં કોરોના પોઝિટિવનો દર 8.06 ટકા છે અને એક્ટિવ કેસની સંખ્યા 4,553: મોટાભાગના દર્દીઓ અન્ય રોગોથી પણ પીડિત છે

નવી દિલ્‍હી : રાજધાની દિલ્હીમાં કોરોના ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો, ભલે કોરોનાના કેસ ઓછા છે પરંતુ પોઝીટીવીટી રેટ યથાવત છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 628 નવા કેસ નોંધાયા છે. સોમવારના અહેવાલ મુજબ, 3 દર્દીઓના મોત પણ થયા છે અને 1,011 દર્દીઓ સાજા થયા છે.

હાલમાં દિલ્હીમાં કોરોના પોઝિટિવનો દર 8.06 ટકા છે અને એક્ટિવ કેસની સંખ્યા 4,553 છે. આ પહેલા દિલ્હીમાં દરરોજ 1 હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને ઘણા દિવસોમાં 1500 કેસ નોંધાયા છે. હાલમાં જો દિલ્હીમાં કોરોના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 6657 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં શનિવારે જાહેર કરાયેલા આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ, કોરોનાના 666 નવા કેસ નોંધાયા હતા અને છ દર્દીઓના મોત થયા હતા. શુક્રવારે દિલ્હીમાં કોરોનાના 1,447 કેસ હતા, જ્યારે પોઝીટીવીટી 5.98 ટકા હતો. દિલ્હીમાં કોરોનાના કેસોમાં વધારો થતાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં થોડો વધારો જોવા મળ્યો છે, પરંતુ ડોકટરોએ જણાવ્યું હતું કે મોટાભાગના દર્દીઓ અન્ય રોગોથી પણ પીડિત છે.

 

(1:12 am IST)