Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

કેરળના તિરુવનંતપુરમ ખાતે આવેલું દેશનું સૌથી ધનસમૃદ્ધ મંદિર પદ્મસંભવ સ્વામી મંદિર નાણાકીય અછત

મંદિરે દેવાળું ફૂંકતાં રાજ્ય સરકારે મંદિરને હળવા દરે ધિરાણ પૂરું પાડીને અનેક પ્રસંગે ઉગારી લીધા પછી આ મંદિરની નાણાકીય અછત પ્રકાશમાં આવી : મંદિર પ્રબંધન સમિતિ અને સલાહકાર બોર્ડ તો ધરાવે છે પરંતુ જવાબદેહિતાનો અભાવ

કેરળના તિરુવનંતપુરમ ખાતે આવેલું દેશનું સૌથી ધનસમૃદ્ધ મંદિર પદ્મસંભવ સ્વામી મંદિર નાણાકીય અછતનો સામનો કરી રહ્યું છે.

ગયા વર્ષે મંદિરે દેવાળું ફૂંકતાં રાજ્ય સરકારે મંદિરને હળવા દરે ધિરાણ પૂરું પાડીને અનેક પ્રસંગે ઉગારી લીધા પછી આ મંદિરની નાણાકીય અછત પ્રકાશમાં આવી હતી. મંદિરને નાણાકીય ઊભું કરવા રૂપિયા 500ની વીઆઇપી ટિકિટની જોગવાઇ રાખવાની પણ ફરજ પડી હતી.

મંદિર પ્રબંધન સમિતિ અને સલાહકાર બોર્ડ તો ધરાવે છે પરંતુ જવાબદેહિતાનો અભાવ છે. સુપ્રીમ કોર્ટે વીતેલા 25 વર્ષના હિસાબોના ઓડિટનો આદેશ તો આપ્યો છે, પરંતુ હજી ઓડિટ શરૂ થવાનું બાકી છે. જાણીતા લેખ અને ઇતિહાસકાર શશિ ભૂષણના જણાવ્યા મુજબ પૂર્વ કેગ વિનોદ રાય અને અમેકિસ ક્યૂરી ગોપાલ સુબ્રમણ્યમનો અહેવાલ પણ ધૂળ ખાઇ રહ્યો છે. મંદિર અધિકારીઓનું કહેવું છે કે મંદિરના સંચાલન માટે મંદિરના સ્ટાફના વેતન અને અન્ય જરૂરિયાતો ઉપરાંત દર મહિને રૂપિયા 1.50 કરોડની જરૂર રહે છે. આ સૌથી ધનવાન મંદિરના ભોંયરામાં પડેલા ખજાનાનું મૂલ્ય હજી જાહેર થવાનું બાકી છે. પરંતુ અહેવાલ મુજબ ખજાનાના વોલ્ટ -એમાં જ રૂપિયા 1 લાખ કરોડનો ખજાનો પડેલો હોવાનું કહેવાઇ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2011માં આવેલી કડક સૂચનાને અંતે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ તે ખજાનાનું નિરીક્ષણ કર્યું હતું , પરંતુ તેઓ પણ ખામોશ છે.

જૂન 2011માં વોલ્ટ-એને ખોલીને તેનું મૂલ્ય આંકવા પ્રયાસ થયો હતો. વોલ્ટ-બીને હજી કોઇ સ્પર્શ્યું નથી. 250 કમાન્ડો મંદિર અને ખજાનાનું રક્ષણ કરી રહ્યા છે. મંદિર પર નજર રાખવા અને કડક સુરક્ષા માટે મંદિરના ભોંયરાથી માંડીને ચોમેર સ્કેનર અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મંદિર 132 કાયમી કર્મચારી અને 112 રોજમદાર ધરાવે છે. તે પછી એક તબક્કે તો નાણાકીય અછતનો સામનો કરી રહેલી સરકારે મંદિરને તેનું સુરક્ષા બિલ ભરવા આગ્રહ કર્યો હતો. વર્ષ 2018માં કેન્દ્ર સરકારે પોતાના સ્વદેશ દર્શન કાર્યક્રમ હેઠળ મંદિર ખાતે માળખાકીય સુવિધા ઊભી કરવા રૂપિયા 100 કરોડની ફાળવણી કરી હતી. તેને પગલે અતિથિ ગૃહ, કાફેટેરિયા, હોલ વગેરે ઊભા થયા છે.

(12:55 am IST)