Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

એક ર૬ વર્ષીય મહિલા એ ફરીયાદ નોંધાવી છે : ર૦ર૦માં મહિનાએ પતિના અવસાન બાદ તેમણે કોંગ્રેસ કાર્યાલયમાં કામ કર્યુ હોવાનું જણાવ્‍યુંમાધવને પોતાની સામેના રેપના આરોપ ફગાવ્યાં છે.

દિલ્હી પોલીસે સોનિયા ગાંધીના અંગત સચિવ પી.પી.માધવન સામે બળાત્કાર અને ધાકધમકીનો કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે, એક 26 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, માધવને નોકરી અને લગ્નના બહાને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પીડિતાએ કહ્યું કે આરોપીએ તેની સાથે બળાત્કાર કર્યો હતો અને ધમકી આપી હતી કે જો તે આ મામલે ફરિયાદ કરશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. પીડિતાએ 25 જૂને ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દ્વારકાના ડીસીપી એમ હર્ષ વર્ધને જણાવ્યું હતું કે માધવન પર આઈપીસી હેઠળ બળાત્કાર અને ગુનાહિત ધાકધમકીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ 71 વર્ષીય માધવન સામેના કેસની તપાસ કરી રહી છે. જોકે, ડીસીપીએ કોઈ રાજકીય નેતાનું નામ લીધું નથી. ડીસીપીએ જણાવ્યું કે, મહિલા દિલ્હીમાં રહે છે. 2020માં તેમના પતિનું અવસાન થયું હતું, જેમણે કોંગ્રેસ કાર્યાલયમાં કામ કર્યું હતું.

માધવને પોતાની સામેના રેપના આરોપ ફગાવ્યાં છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવા માટે આવા પાયાવિહોણા આરોપ કરાયા છે. આવા આરોપમાં જરા પણ સત્ય નથી. તે એક કાવતરું છે.

(11:20 pm IST)