Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

સિગારેટ અને તમાકુના ઉત્પાદનો પર જીએસટી વધારતી સરકાર:૧ એપ્રિલથી લાગુ

વ્યસન બનશે મોંઘુ

નવી દિલ્હી:સિગારેટ અને તમાકુના બંધાણીએ પોતાના વ્યસનના શોખને પુરા કરવા હવે વધુ રૂપિયા ખર્ચ કરવા પડશે. સરકારે પાન મસાલા, સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો પર ગુડ્સ અને સર્વિસ ટેક્સ (જીએસટી ) વળતર સેસના મહત્તમ દર મર્યાદિત કર્યા છે. આ સાથે જ સરકારે મહત્તમ મૂલ્યને છૂટક વેચાણ સાથે જોડ્યો છે. ગયા શુક્રવારે લોકસભામાં પસાર થયેલા નાણાકીય બિલ 2023માં સુધારા હેઠળ સેસના દરની મર્યાદા લાદવામાં આવી છે. 

 

આ સુધારો પહેલી એપ્રિલ 2023થી લાગુ કરવામાં આવશે. સુધારા અનુસાર પાન મસાલા માટે જીએસટી વળતરનો મહત્તમ સેસના 51 % કરવામાં આવ્યો છે. હાલમાં ઉત્પાદન મૂલ્યના 135% પર સેસ વસુલવામાં આવે છે. તમાકુ પરનો દર 290 ટકા એડ વેલોરમ અથવા યુનિટ દીઠ છૂટક કિંમતના 100 ટકા સાથે 4,170 રૂપિયા પ્રતિ હજાર સ્ટિક નક્કી કરવામાં આવ્યો છે.

 

અત્યાર સુધીનો સૌથી ઉંચો દર 290 ટકા પ્રમાણે 4,170 રૂપિયા પ્રતિ હજાર સ્ટિક છે. આ ઉપકર 28 ટકા GSTના ટોચના દર ઉપર વસૂલવામાં આવે છે. જો કે, ટેક્સ નિષ્ણાતો માને છે કે જીએસટી કાઉન્સિલે આ ફેરફાર પછી અમલમાં આવનાર વળતર સેસ માટે આકારણી માટે નોટિફિકેશન બહાર પાડવું પડશે. આ સાથે, થોડા દિવસો પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ પ્રકારના તમાકુ ઉત્પાદનોના પેકેટો પર છાપવા માટે સ્વાસ્થ્ય ચેતવણીના નવા ફોર્મેટની સૂચના આપી હતી.

(6:41 pm IST)