Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

પોલીસ-ટ્રાફીક-પરીવહન અધિકારીઓના શરીર પર લાગશે બોડી કેમેરાઃ નિયમ તોડનાર-ભ્રષ્ટાચારી દંડાશે

કેન્દ્ર સરકાર હાઇવે તથા શહેરી ટ્રાફીક વ્યવસ્થા ડિજીટલ કરી રહી છે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દેશના હાઇવે અને શહેરી ટ્રાફીકની વિશ્વમાં ડીજીટલ યુગની શરૂઆત કરવા જઇ રહી છે. રાજયોની પોલીસ તેમજ પરીવહન વિભાગના અધિકારીઓને હાઇટેક બનાવાનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. તેના હેઠળ પોલીસ-ટ્રાફીક તેમજ પરીવહનના અધિકારીઓના શરીર પર બોડી કેમેરા લાગશે. સરકારના આ પગલાથી ટ્રાફીક નિયમ તોડનારા ડ્રાઇવરો પર ગાળીયો કસવામાં આવશે.

રાજયોની પોલીસ તેમજ પરીવહન અધિકારીઓને હાઇટેક બનાવા માટે તેના વાહનોના ડેશબોર્ડ પર સીસીટીવી કેમેરા, હાઇવે જંકશન પર સ્પીડ કેમેરા વગેરે ડીજીટલ ઉપકરણોને લગાવાની યોજના છે. બોડી કેમેરાના વિડીયો-ઓડીયો રેકોર્ડીગ કોર્ટમાં સબુત તરીકે રજુ કરાશે. તેનાથી ચોક અને હાઇવે પર ભ્રષ્ટાચાર કરતા ભ્રષ્ટ અધિકારીઓ  પર લગામ લાગશે સડક પરીવહન તેમજ રાજ મંત્રાલયે રપ ફેબ્રુઆરીએ સડક સુરક્ષા, પ્રબંધનની નીગરાની તેમજ પ્રવર્તન સંબંધી ડ્રાફટ જાહેર કર્યો છે.

મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે નિગરાની તેમજ પ્રવર્તનની વ્યવસ્થાથી ખાસ વાહન એ હશે કે લાલ લાઇટ પાર કરવી, ઓવર સ્પીડ, ખોટુ પાર્કીગ, સીટબેલ્ટ, હેલમેટ, મોબાઇલ પર વાત કરવી જેવા ટ્રાફીક નિયમોને તોડવાની ઘટનાની વિડીયો -ઓડીયો રેકોર્ડીગને કોર્ટમાં પુરાવા તરીકે રજુ કરાશે. જેનાથી ઉલ્લંઘન કરતા ઇન્કાર કરી શકશે નહી. બીજી બાજુ ટ્રાફીક પોલીસ બીન જરુરી વાહન ચાલકોને હેરાન કરી શકશે નહી. વિશેષકર હાઇવે પર ટ્રકો સાથે હજારો કરોડની ગેરમાન્ય વસુલીના ધંધામાં ઘટાડો થશે. પોલીસ તેમજ સરકારી વાહનોના ડેશ બોર્ડ પર સીસીટીવી કેમેરા લગાવાશે. વધુ દબાણવાળા નેશનલ હાઇવે જંકશન, રાજય રાજમાર્ગો પર આ વાહનો ઉભા રહેશે જેની સાથે જ સ્પીડ કેમેરા લાગશે. તેઓએ જણાવ્યું કે રાજયોના પાટનગરો તેમજ ૧૦ લાખ વસ્તીવાળા શહેરોમાં યોગ્ય વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

(2:38 pm IST)