Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ઓ બાપ રે... ૭૦ વર્ષના સસરાએ ૨૮ વર્ષની વહુ સાથે કર્યા લગ્ન

લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

ગોરખપુર,તા.૨૭: ઉત્તર પ્રદેશમાં એક ૭૦ વર્ષના વ્‍યક્‍તિએ તેની ૨૮ વર્ષની વહુ સાથે મંદિરમાં લગ્ન કર્યા. આ લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ થયા છે. આ ઘટનાને લઈને તમામ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયાના સમાચારો અને ફોટા પર વિશ્વાસ કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે, સસરા કૈલાશ યાદવની પત્‍નીનું ૧૨ વર્ષ પહેલા અવસાન થયું છે. તેમને ચાર બાળકો છે અને પૂજાને પતિથી ત્રીજો પુત્ર હતો, તેનું પણ અવસાન થયું છે. અહેવાલો પ્રમાણે બંનેએ પરસ્‍પર સંમતિથી લગ્ન કર્યા છે અને પૂજા તેના નવા સંબંધથી ખુશ છે. જણાવવામાં આવ્‍યું છે કે, કૈલાશ યાદવ બધલગંજ કોતવાલી વિસ્‍તારના છપિયા ઉમરાવ ગામનો રહેવાસી છે.

અહેવાલો પ્રમાણે વાત કરીએ તો, બરહાલગંજ પોલીસ સ્‍ટેશનના ચોકીદાર કૈલાશ યાદવે તેની પુત્રવધૂ પૂજા સાથે સાત ફેરા લીધા અને આ પ્રસંગે ગામવાસીઓ સાથે તેના પરિવારના સભ્‍યો પણ હાજર હતા. આ લગ્નને લઈને સમગ્ર વિસ્‍તારમાં ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે, પતિના મૃત્‍યુ બાદ પૂજા એકલી પડી ગઈ હતી. તેણીના લગ્ન અન્‍ય કોઈ સાથે થયા હતા, પરંતુ તેણીને તે પરિવાર પસંદ નહોતું, તેથી તેણી તેના પતિના ઘરે પાછી આવી હતી. અહીં તેણી તેના સાસરા સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ હતી અને સમાજની પરવા કર્યા વિના આ લગ્ન થયા હતા. 

(10:48 am IST)