Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

દિલ્હીમાં પ્રદર્શનકારીઓ વચ્ચે ઘેરાયેલા ૨ પોલીસ કર્મચારીઓનો હાથ છોડીને છોડી દેવા વિનંતી કરવી પડી

ખેડૂતોની ટ્રેક્ટર રેલી હિંસક થઈ ગયા પછી પ્રદર્શનકારીઓ પર બળ પ્રયોગ ના કરવાના કારણે દિલ્હી પોલીસના જવાન પણ જીવ બચાવીને ભાગવા માટે મજબૂર થયા હતા. આખી દિલ્હીમાંથી એવા અનેક વીડિયો સામે આવ્યા છે,જ્યાં આંદોલનમાં સામેલ લોકોએ પોલીસને નિશાનો બનાવ્યો છે. પ્રદર્શનકારીઓએ અનેક જગ્યાઓ ઉપર ધોકા-દંડા અને તલવારની મદદથી પોલીસ કર્મચારીઓને ભગાડવાનું શરૂ કરી દીધા હતા.

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ બે ફોટો શેર કર્યા છે, જેમાં બે પોલીસ કર્મચારીઓ લાઠી-ડંડા સાથે સજ્જ ઉપદ્રવીઓથી ઘેરાયા પછી હાથ જોડીને છોડી દેવાની વિનંતી કરતા જોવા મળ્યા છે. બીજી તરફ ન્યૂઝ એજન્સી એએનઆઈએ પણ લાલ કિલ્લાનો એક વીડિયો શેર કર્યો છે, જ્યાં પોલીસ કર્મચારીઓને પ્રદર્શનકારીઓથી બચવા માટે 15 ફૂટ ઉંચી દિવાલ ઉપરથી નીચે કૂદવું પડ્યું હતું.

તે વીડિયોમાં ઉપદ્રવીઓને ધોકા અને દંડા સાથે પોલીસ કર્મચારીઓ પર હુમલો કરતા દેખી શકાય છે. અનેક પોલીસ કર્મચારીઓ તો તે દરમિયાન દિવારથી અચાનક જ નીચે પડી જાય છે. તેવી જ રીતે અન્ય એક પોલીસ કર્મચારી પણ એક અન્ય દિવાર પરથી કૂદી પોતાનો જીવ બચાવવાની કોશિશ કરતો નજરે પડી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે, દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસમાં અત્યાર સુધી 86 પોલીસ કર્મચારી ઘાયલ થયાના સમાચાર આવી ચૂક્યા છે. પોલીસનું કહેવું છે કે, આંદોલન દરમિયાન આઠ બસો અને 17 ખાનગી વાહનોમાં તોડફોડ કરવામાં આવી. ઉપદ્રવીઓએ ગાજીપુર, ટિકરી અને સિંધુ બોર્ડર પર બેરિકેડોને પણ ઉખાડી ફેક્યા હતા.

(5:06 pm IST)