Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

શેરબજાર ઉંધા માથે પછડાયું: સન્સેકસ ૧૦૦૦ પોઇન્ટ ડાઉન

આજે બજારમાં ભારે પ્રોફીટ બુકીંગઃ બેંક, મેટલના શેર ધોવાયાઃ નીફટી ૧૪૦૦૦ની અંદર

મુંંબઇ, તા., ર૭: શેરબજારમાં આજે ભારે વેચવાલી જોવા મળી રહી છે. બેંક અને મેટલ સેકટરની આગેવાની હેઠળ તમામ સેકટર્સના શેર ડાઉન થયા છે. નીફટીએ ૧૪૦૦૦ની સપાટી તોડી છે. સેન્સેકસ પણ ૪૮૦૦૦ની અંદર ચાલ્યો ગયો છે.

આ લખાય છેત્યારે સેન્સેકસ ૧૦૦ર પોઇન્ટ ઘટીને ૪૭૩૪પ ઉપર ટ્રેડ કરે છે. જયારે નીફટી ર૮પ પોઇન્ટ ઘટીને ૧૩૯પ૩  ઉપર છે.  અલ્ટ્રા ટ્રેક પ૪૩૩, ટેક મહિન્દ્રા ૯૮૪, આઇટીસી ર૦૯, પાવર ગ્રીડ ૧૯૦, સાયન્ટ ૬૪૪, પટેલ એન્જી. ૧૩.૦૮, હિન્દુ કોપર  પ૯, એમએમટીસી ર૮.૮૦, પાવર મેટ ૪૩૯, ટાટા એલેકસી રપ૯ર, વેલસ્પન ૬૯, એચડીએફસી ર૪૬૬, સન ફાર્મા પ૬પ, ઇન્ડસ બેંક ૮૧૪, એકસીસ ૬ર૭, ડીસીએમ ૪૪૪, કન્સાઇ નેરોલેકસ પ૭ર, જે.કે. ટાયર ૧૩ર, એફટેક ૧૮૪, ચેન્નાઇ પેટ્રો ૯૭ ઉપર છે.

(3:43 pm IST)