Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

હજી ૩ મહિના માસ્ક પહેરવું અનિવાર્ય

અલ્હાબાદ હાઇકોર્ટનો યુપીના ડીજીપીને આદેશ

પ્રયાગરાજ, તા. ર૭ : અલ્હાબાદ હાઇકોર્ટ ઉપર પ્રદેશના ડીજીપીને આદેશ આપયો છે કે હજી ૩ મહિના સુધી માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે. જેમાં કોઇ પણ પ્રકારની ઢીલ આપવામાં ન આવે. કોર્ટે ૧૦૦ ટકા માસ્ક પહેરવા  કરવા નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટનું કહેવું છે કે વેકસીન જરૂર આવી છે, પણ હજી લોકો સુધી પહોંચવામાં સમય લાગશે. એટલે કોઇપણ પ્રકારની લાપરવાહી ઠીક નથી.

(3:38 pm IST)
  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,526 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,89,267 થઇ :એક્ટિવ કેસ 1,74,193 થયા: વધુ 11,681 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,56,888 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,724 થયા access_time 12:48 am IST

  • સુબ્રમણ્યમ સ્વામીના એક ટવીટે ખળભળાટ સર્જયો : ભાજપના સાંસદ શ્રી સુબ્રમણ્યમ સ્વામીએ તેના ટવીટર હેન્ડલ @swamy39 ઉપર ટવીટ કયુ છે આ ટવીટે ખળભળાટ મચાવ્યો છે. હજારો લાઇક અને રીટવીટ થઇ રહયા છે. ‘પીએમઓ’માં ઉચ્ચ સ્થાને બીરાજતા લોકોની નજીક રહેલ ભાજપના સભ્યએ લાલ કિલ્લાના ડ્રામામાં ઉશ્કેરણી સર્જનાર એજન્ટ તરીકે ભાગ ભજવ્યાની ભારે ચર્ચા છે, જે ‘‘ફેઇક પણ હોઇ શકે છે અથવા દુશ્મનોની ફેઇક આઇડી પણ હોઇ શકે છે. આ ચેક કરવા અને જણાવવા અપીલ કરું છું’’ access_time 12:30 pm IST

  • લખનૌના દારુલ ઉલુમ ફિરંગી મહેલમાં 72 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો : ભારતના રાષ્ટ્રગીત સાથે ત્રિરંગો લહેરાયો : મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રસીદ ફિરંગીએ ધ્વજ વંદન કરાવ્યું : દેશના વિકાસમાં મદ્રેસાઓનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું access_time 6:59 pm IST