Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

પૂ. મોરારીબાપુની રામકથા લોક કલ્યાણનું માધ્યમઃ અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ રાષ્ટ્રની આસ્થાનું માધ્યમઃ યોગી આદિત્યનાથજી

રાજકોટઃ પૂ. મોરારીબાપુના વ્યાસાસને ભગવાન બુદ્ધની નિર્વાણ ભૂમિ ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતે શ્રીરામકથાનું આયોજન કરાયુ છે. આજે શ્રીરામકથામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીરામકથામાં પ્રવચન આપ્યુ હતુ તેમજ આરતીનો લાભ લીધો હતો. આ તકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ જણાવ્યુ હતુ કે પૂ. મોરારીબાપુની રામકથા લોકકલ્યાણનું માધ્યમ છે. ઉત્તર પ્રદેશની ધરતી ધર્મ અને આધ્યાત્મની ભૂમિ છે. કોરોના સામેની લડાઈ અંતિમ તબક્કામાં છે ત્યારે હજુ પણ લોકોએ કોરોના સામે જંગ જીતવા નિયમોનું પાલન કરવુ પડશે. ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રી બુદ્ધ જીવન જીવવાનો રસ્તો બતાવે છે. અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલ રામ મંદિર રાષ્ટ્રની આસ્થાનું માધ્યમ બનશે.

(3:38 pm IST)