Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

અત્યાર સુધીમાં ભારતે નવ દેશોમાં મોકલી રસી

સંયુકત રાષ્ટ્ર : ભારત સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જણાવ્યું છે કે તે વિશ્વ આરોગ્ય સંગઠન (હુ) ની કોવેકસ પહેલને ધીમે ધીમે રસી સપ્લાય કરશે અને વિભીન્ન દેશોને કોન્ટ્રાકટરના આધાર પર તબક્કાવાર રસી સપ્લાય કરશે. ભારતે રસી કુટનીતિ દ્વારા નવ દેશોને ૬૦ લાખથી વધારે ડોઝ મોકલ્યા છે.

સંયુકત રાષ્ટ્રમાં ભારતના ઉપસ્થાયી પ્રતિનિધી રાજદૂત કે નાગરાજ નાયડૂએ સોમવારે કહ્યું કે દુનિયામાં સૌથી મોટા રસી ઉત્પાદક હોવાના નાતે અમે રસી ઉત્પાદન અને વિતરણ ક્ષમતાને સંપૂર્ણ માનવતાના લાભ માટે ઉપલબ્ધ કરાવવાની અમારી પ્રતિબધ્ધતા પુરી કરી રહ્યા છીએ. નાયડુએ કહ્યું કે અમે પ્રથમ તબક્કામાં નવ દેશોને ૬૦ લાખથી વધારે ડોઝ મોકલી ચુકયા છીએ અને રસી ગઠબંધન જીએવીઆઇને દોઢ કરોડ ડોઝ આપવાનો સંકલ્પ અમે કરેલ છે. અમે અમારા પાડોશીઓ માટે કોવિદ-૧૯ આયાત કોષ સંચાલિત કર્યો છે અને તેમાં શરૂઆત માટે ૧ કરોડ ડોલરનું યોગદાન આપ્યું છે. રસીને દુનિયાભરમાં સમાન રીતે અને વ્યાજબી રીતે  પહોંચાડવાનો અમારો પ્રયાસ છે.

(3:37 pm IST)