Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

૨૭ જાન્યુઆરી

આજના દિવસનું મહત્વ

દોસ્તો, ૧૯૬૩ની સાલમાં આજના દિને દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં લતાજીએ પ્રથમ વખત 'અય મેરે વતન કે લોગો...' ગીત ગાયું હતું. ત્યાં ઉપસ્થિત જવાહરલાલ નેહરૂ રડી પડયા હતા. ચીનના યુધ્ધ બાદ શહીદો માટે આ ગીત રચાયું હતું. ગીતના રચયિતા કવિ પ્રદીપજી છે. સી.રામચંદ્રએ સંગીત બધ્ધ કર્યું હતું.

૧૮૮૦ની સાલમાં આજના દિને થોમસ આલ્વા એડીસે વીજળીના બલ્બનું પેટન્ટ કરાવ્યું હતું.

૧૫૫૬ની સાલમાં આજના દિને મુગલ બાદશાહ હુમાયુનું નિધન થયું હતું.

૧૯૦૦ની સાલમાં આજના દિને જર્મનના ફેલીકસ હાફમેન નામના સંશોધકે એસ્પ્રીન નામની દવા બનાવી હતી.

૨૦૧૩ની સાલમાં આજના દિવસે અફઘાનના કંદહારમાં એક મીટિંગમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ૨૦ પોલીસ અધિકારીઓના મોત થયા હતા.

આજે સિતારવાદક નિખિલ બેનરજીની પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૧૯૮૬માં થયું હતું.

આજે પૂર્વ રાષ્ટ્રપતિ આર.વેંકટ રામનની પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૨૦૦૯ની સાલમાં થયું હતું.

૨૦૦૮ની સાલમાં ૫શ્ચિમ બંગાળમાં ૧૩ જિલ્લામાં બર્ડફલુ ફેલાયો હતો. આજના દિને હજારો પક્ષીઓના દફન કરાયા હતા.

આજે ફિલ્મ અભિનેતા અજિતનો જન્મદિન છે. તેમનો જન્મ ૧૯૨૨ની સાલમાં થયો હતો. આજે ફિલ્મ અભિનેતા ભારત ભૂષણની પુણ્યતિથિ છે, તેઓનું નિધન ૧૯૯૨ની સાલમાં થયું હતું.

(3:36 pm IST)