Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

માઉન્ટ આબુ થરથર ધ્રુજયું ૩ ડિગ્રીઃ અનેક રાજયો ઓરેન્જ એલર્ટ જાહેર

જયપુરઃ રાજસ્થાનના મોટાભાગના વિસ્તારો ફરી એકવાર ભારે ઠંડીની લપેટમાં  આવી ગયા છે. રાજ્યનું એક માત્ર પહાડી પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેદાનોમાં સીકરમાં રાત્રે લઘુતમ તાપમાન ૧.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એ જ રીતે, ભિલવાડામાં ૧.૮ ડિગ્રી, ચુરુમાં ૨.૧ ડિગ્રી, ચિત્તોડગઢમાં ૨.૭ ડિગ્રી, પીલાણીમાં ૪.૪ ડિગ્રી, ગંગાનગરમાં ૮.૮  તાપમાન નોંધાયેલ છે. અનેક જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરી દેવાયેલ છે.

(2:53 pm IST)