Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

રાજસ્થાનમાં દેશમાં સૌથી મોંઘા છે પેટ્રોલ - ડિઝલ

રાજસ્થાન : પેટ્રોલે સદી ફટકારી : ૧૦૧ના ભાવે વેંચાયુ

નવી દિલ્હી, તા. ૨૭ : દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત વધી રહ્યો છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં તો પેટ્રોલના ભાવે રેકોર્ડ સર્જી નાખ્યો છે અને ભાવ સદી ઉપર થઈ ગયો છે અહિં ૧ લીટર પેટ્રોલનો ભાવ રૂ.૧૦૧ થઈ ગયો છે. જેને કારણે લોકોમાં ભારે નારાજગી છે.

શ્રી ગંગાનગરમાં સોમવારે જ પ્રીમીયમ પેટ્રોલ ૧૦૧.૫૪ પ્રતિ લીટર થઈ ગયુ હતું. જયારે સામાન્ય પેટ્રોલ ૯૭.૬૯ રૂ. લીટર હતું. અત્રે એ નોંધનીય છે કે રાજસ્થાનમાં દેશમાં સૌથી વધુ ઈંધણ પર વેટ લાગે છે.

અહિં પેટ્રોલ પર રાજય સરકાર ૩૮% તો ડીઝલ પર ૨૮% વેટ લ્યે છે. કોરોના કાળને પહોંચી વળવા ગેહલોત સરકારે ૧૦% એકસ્ટ્રા ટેકસ ઝીંકયો છે. જેનાથી પેટ્રોલના ભાવ આસમાને છે.

(11:57 am IST)