Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

અચ્છે દિન આયેંગે

૨૦૨૧માં ભારતનો વિકાસદર ૧૧.૫% રહેશેઃ IMFનું અનુમાન

ભારતીય અર્થવ્યવસ્થા વર્ષ ૨૦૨૧માં ખુબ ઝડપથી રિકવર થવાની આશા છે

નવી દિલ્હી, તા.૨૭: ભારતીય અર્થવ્યવસ્થા વર્ષ ૨૦૨૧માં ખુબ ઝડપથી રિકવર થવાની આશા છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ પોતાના તાજા વર્લ્ડ ઇકોનોમિક આઉટકુલ રિપોર્ટમાં આ દર્શાવ્યું છે. આઈએમએફે વર્ષ ૨૦૨૧ માટે ભારતની અર્થવ્યવસ્થા ૧૧.૫ ટકાના દરે વિકાસ કરશે તેવી આશા વ્યકત કરી છે. આ પહેલા આઈએમએફે પોતાના ઓકટોબરમાં જારી રિપોર્ટમાં વર્ષ ૨૦૨૧ માટે ૮.૮ ટકા ગ્રોથ રેટનું અનુમાન વ્યકત કર્યું હતું.

તો આઈએમએફે (IMF) વર્ષ ૨૦૨૦ માટે ભારતનો જીડીપી ગ્રોથ (-)૮ ટકા રહેવાનું અનુમાન વ્યકત કર્યું છે. આ પહેલા આઈએમએફે વર્ષ ૨૦૨૦ માટે જીડીપી ગ્રોથ રેટ (-) ૧૦.૩ ટકા રહેવાનું અનુમાન વ્યકત કર્યું હતું. સાથે આઈએમએફે વર્ષ ૨૦૨૨ માટે ભારતની દીડીપીમાં ૬.૮ ટકા ગ્રોથ રહેવાની આશા વ્યકત કરી હતી.

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે રિપોર્ટમાં જણાવ્યું કે, તેમણે વર્ષ ૨૦૨૧ માટે વૈશ્વિક ગ્રોથ ૫.૫ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. સાથે આઈએમએફે કહ્યું કે, આ વાયરસ અને વેકિસનના આઉટકમ પર નિર્ભર કરશે.

આઈએમએફે ૨૦૨૧ માટે જે અર્થવ્યવસ્થાઓમાં ગ્રોથનું અનુમાન જારી કર્યું છે, તેમાં સૌથી વધુ ગ્રોથ અનુમાન ભારતીય અર્થવ્યવસ્થા માટે છે. વર્ષ ૨૦૨૧જ્રાક્નત્ન આઈએમએફે યૂએસ માટે ૫.૧, જાપાન માટે ૩.૧, યૂકે માટે ૪.૫, ચીન માટે ૮.૧, રશિયા માટે ૩.૦ અને સાઉદી અરબ માટે ૨.૬ ટકા જીડીપી ગ્રોથ રહેવાનું અનુમાન વ્યકત કર્યું છે.

(10:22 am IST)