Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

દિલ્હીના અમુક વિસ્તારોમાં ઇન્ટરનેટ સર્વિસ બંધ : જાહેર સલામતી જાળવવા આજ 26 જાન્યુઆરીના રોજ રાત્રે બાર વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે : કેન્દ્ર સરકારનો આદેશ

ન્યુદિલ્હી : આજ 26 જાન્યુઆરીના રોજ રાત્રે બાર વાગ્યા સુધી દિલ્હીના અમુક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ રાખવાનો કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે.

દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલન દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીને ધ્યાને લઇ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ઉપરોક્ત નિર્ણય લીધો છે. જ્યાં ઇન્ટરનેટ સેવાઓ રાત્રીના 12 વાગ્યા સુધી સ્થગિત કરીદેવાઈ  છે તે  વિસ્તારોમાં ગાઝીપુર ,ટીકરી ,સિંઘુ , મુકબરા ચોક ,તથા નંગલોઈ ,નો સમાવેશ થાય છે.

આ આદેશ ડેપ્યુટી સેક્રેટરી એમ.એચ.એ.શૈલેન્દ્ર વિક્રમ સિંઘે તેમની સત્તાની રૂએ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 ના રુલ નંબર 2 હેઠળ સલામતીના હેતુસર બહાર પાડ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)