News of Tuesday, 26th January 2021
નવી દિલ્હી : ભારતમાં કૃષિ કાયદાના વિરુદ્ઘ ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇ પાકિસ્તાને ટિપ્પણી કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું કે ભારત સરકાર આંદોલન કરી રહેલા ખેડૂતોની અવાજ દબાવવામાં નિષ્ફળી રહી છે અને હવે આખું ભારત ખેડૂતો સાથે છે. પાકિસ્તાનના વિજ્ઞાન અને તકનીકી મંત્રી ફવાદ ચૌધરીએ મંગળવારે એક ટ્વીટમાં જણાવ્યું કે વિશ્વને ભારતની દમનકારી સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવી જોઇએ. જોકે ભારત સરકારે અનેક વખતે સ્પષ્ટ કર્યું છે કે બીજા દેશોને ભારતના આંતરિક મામલામાં ટિપ્પણી કરવાનો કોઇ અધિકાર નથી.
રેશીએ એક વખત ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. પાકિસ્તાનના પ્રમુખ સમાચાર પત્ર એક્સપ્રેસ ટ્રિબ્યૂન મુજબ વિદેશ મંત્રી કુરેશીએ પ્રશ્ન કર્યો કે જો કાશ્મીર મુદ્દાને લઇ ભારતનો પક્ષ મજબૂત છે, તો પછી તે વાત કરવાથી કેમ ડરે છે. Farmer Protest
એક નિવેદનમાં કુરેશીએ જણાવ્યું કે ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની શાંતિપૂર્વ વાર્તાની રજૂઆત પર ધ્યાન નથી આપ્યું. તેની જગ્યાએ ભારતે એવું પગલું લીધુ જેનાથી કાશ્મીરની સ્થિતિ વઘુ તણાપૂર્ણ થઇ ગઇછે
કુરેશીએ જણાવ્યું કે પાકિસ્તાને વૈશ્વિક સ્તરે તેના વ્યવહારથી બતાવ્યો છે કે તે વિસ્તારમાં માત્ર શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જણાવ્યું કે પરમાણુ હથિયાર સંપન્ન બંને દેશો વચ્ચે કાશ્મીરને લઇ તણાવ છે અને તેથી કાશ્મીર મુદ્દા સ્થાયી સમાધાન કાઢવાની જરૂર છે
કુરેશીને જ્યારે કાશ્મીર મુદ્દે સૈન્ય સમાધાન કરવા અંગે પ્રશ્ન કર્યો તો તેમણે જણાવ્યું કે આવું કરવું આપઘાત કરવા સમાન હશે. કુરૈશીએ જણાવ્યું કે ભારત કાશ્મીરના લોકોના અધિકાર છીનવી રહ્યું છે અને દાયકાઓથી તેમના અવાજ દબાવવા માટે કાર્યવાહી કરી રહ્યું છે. કુરૈશીએ જણાવ્યું કે વિસ્તારમાં આર્થિક સ્થિરતા ત્યારે આવશે, જ્યારે શાંતિ કાયમ થશે.
મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યા પછી પાકિસ્તાને ભારત સામે વૈશ્વિક સમર્થન મેળવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા પરંતુ નિષ્ફળ ગયો. જોકે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને તેના મંત્રીઓ દરરોજ કાશ્મીર મુદ્દે નિવેદનો આપતા રહે છે