Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ફરીવાર જામશે ક્રિકેટનો મુકાબલો : કાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે જંગ : 9 મહિના બાદ પ્રથમ આંતર રાષ્ટ્રીય શ્રેણી

અગાઉ ફેબ્રુઆરીમાં ન્યુઝિલેન્ડના પ્રવાસે ટીમ ઇન્ડિયાએ ઇન્ટરનેશનલ સિરીઝ રમી હતી.

સિડની : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કાલે પ્રવાસની પ્રથમ વન ડે રમાશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ મેચ ભારતીય સમય મુજબ સવારે 9.10 કલાકે શરુ થશે. બંને કેપ્ટન ટોસ સવારે 8.40 કલાકે ઊછાળશે.મેચનું જીવંત પ્રસારણ Sony Six, Sony TEN 1,અને Sony TEN 3 પર જોવા મળશે. આ મેચની live streaming તમને Sony Liv પર જોવા મળી શકે છે.

IPLની ફાઇનલ 10 નવેમ્બરે રમાઇ હતી. ત્યારથી 17 દિવસ બાદ ફરી ક્રિકેટનો રોમાન્ચ જોવા મળશે. ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી આ સિરીઝની રાહ જોઇ રહ્યા છે. વળી 9 મહિના પછી ભારત કોઇ દેશ સામે દ્વિપક્ષીય શ્રેણી રમવા જઇ રહ્યું છે.

અગાઉ ફેબ્રુઆરીમાં ન્યુઝિલેન્ડના પ્રવાસે ટીમ ઇન્ડિયાએ ઇન્ટરનેશનલ સિરીઝ રમી હતી. જો કે ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત આવી હતી. પરંતુ તેની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઇ ગઇ હતી. પછી કોરોનાને કારણે છેલ્લી બે મેચ રદ કરાઇ હતી. આમ ફેબ્રુઆરી બાદ ટીમ ઇન્ડિયાકોઇ આંતરરાષ્ટ્રીય શ્રેણી રમશે.

ટીમ ઇન્ડિયા 13 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઇ હતી. ત્યારથી તે ક્વોરન્ટાઇનમાં હતી. અલબત્ત તેને પ્રેક્ટિસની છૂટ હતી. રવિવારે ભારતીય ખેલાડીઓ પ્રથમ ઇન્ટ્રા-સ્કવોડ મેચ પણ રમ્યા હતા.

સદનસીબે કોઇ ભારતીય ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો નથી. જ્યારે સામે ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી પાક. ટીમના 6 ખેલાડી કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે.

પ્રવાસમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે 3 વન ડે, 3 ટી-20 અને 4 ટેસ્ટ મેચ રમશે. જે પૈકી પ્રથમ વન-ડે  કાલે રમાશે રમાશે. કોરોના મહામારીને કારણે સ્ટેડિયમમાં બહુ ઓછા પ્રેક્ષકોને પ્રવેશ અપાશે.

દરમિયાન પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પોતાની સંભિવત ટીમ ઇન્ડિયા જાહેર કરતા ક્રિકેટ રસિકોમાં નારજગી જોવા મળી હતી. માંજરેકરે સોશિયલ મીડિયા ટ્વીટર પર ટીમ શેર કરી હતી. IND/AUS One day news

જેમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડયાને સ્થાન નહીં અપાતા તેમના ફેન્સ નારાજ દેખાયા હતા. માંજરેકરે પોતાની ટીમમાં સ્પીનર કુલદીપ યાદવને સ્થાન આપ્યું છે. પરંતું તેની સાથે એવુ લખ્યું કે ‘વિરાટ જાડેજાને લેશે’. તેથી યુઝર્સે માંજરેકરને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું

(11:10 pm IST)