Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ખેડુતો પર આ જુલમ ખોટો છે : ખેડુતો પર વોટર કેનન ચલાવવા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની નારાજગી

> દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિ બીલો ખેડૂત વિરોધી છે. આ બિલ પરત ખેંચી લેવા ને બદલે ખેડૂતોને શાંતિપૂર્ણ દેખાવો કરવાથી રોકવામાં આવી રહ્યા છે, એમના પર વોટર કેનન  ચલાવવામાં આવી રહ્યા છે. એમણે આગળ કહ્યું છે કે ખેડૂતો પરનો આ અત્યાચાર એકદમ ખોટો છે. તેમનો શાંતિપૂર્ણ પ્રદર્શન બંધારણીય અધિકાર.
(10:29 pm IST)
  • વાવાઝોડા નિવારે તામિલનાડુમાં ભારે અફરા તફરી મચાવી છે. ચેન્નઇમાં વરસાદી પાણીથી ભરાયેલ રસ્તા ઉપર યુગલ જઇ રહ્યાની તસવીર વાયરલ થઇ છે. તામિલનાડુમાં તંત્રએ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડયા છે. access_time 11:28 am IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 93 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42 054 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93, 08,751 થયો :એક્ટીવ કેસ 4, 54,323 થયા: વધુ 38,580 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,16,556 રિકવર થયા :વધુ 473 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35, 734 થયો access_time 12:14 am IST

  • તેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST