Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

જમ્મુ-કાશ્મીરમાં બંધ ટેલિકોમ, ઇન્ટરનેટ સેવા અંગે સંસદીય સમિતિને જવાબ આપવા કેન્દ્રનો ઇન્કાર

સુરક્ષા કારણોનો હવાલો આપતા કહ્યું ઇન્ટરનેટ અને ટેલિકોમ સેવાઓને બંધ કરવા સંબંધિત જાણકારી આપી શકાય નહીં.

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં મહિનાઓથી બંધ ટેલિકોમ, ઇન્ટરનેટ સેવા અંગે જવાબ આપવા કેન્દ્ર સરકારે ઇન્કાર કર્યો છે,સંસદીય સ્થાયી સમિતિએ જવાબ માગ્યો હતો.પરંતુ ગૃહ મંત્રાલયે સુરક્ષા કારણોનો હવાલો આપતા લોકસભાને જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ અને ટેલિકોમ સેવાઓને બંધ કરવા સંબંધિત જાણકારી આપી શકાય નહીં. લોકસભાની જનરલ સેક્રેટરી સ્નેહલતા શ્રીવાસ્તવને ગૃહ મંત્રાલયના સેક્રેટરી અજય ભલ્લાએ પત્ર લખીને જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિને જોતા ટેલિકોમ્યૂનિકેશન અને ઇન્ટરનેટ સેવાઓને બંધ કરવાની માહિતી આપી ન શકાય. જે ત્યાંના લોકો અને રાજ્યના હિતમાં છે

   તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટને બંધ કરવાનો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. લોકસભામાં પ્રોસીઝર એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસના રૂલ 270નો ઉપયોગ કરતા તેમણે જણાવ્યું કે સ્ટેટના સુરક્ષા સંબંધિત કોઇ દસ્તાવેજ રજૂ કરવા અંગે સરકાર ઇનકાર કરી શકે છે

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની અધ્યક્ષતા હેઠળની ઇન્ફોર્મેન્શન ટેક્નોલોજીની સંસદીય સ્થાયી સમિતિએ આ મામલે ગૃહ મંત્રાલયના પ્રતિનિધિને હાજર થવા માટે જણાવ્યું હતું. એડિશનલ સેક્રેટરી ગોવિંદ મોહન પેનલ સામે હાજર થયા પરંતુ મળતી માહિતી મુજબ તેમણે ઇન્ટરનેટ બંધ કરવા સંબંધિત કોઈ જાણકારી આપવાની ના પાડી દીધી. જ્યારે તેમને અન્ય રાજ્યોમાં ઇન્ટનેટ સેવા બંધ કરવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે આવું કાયદો જાળવવા માટે કરવામાં આવે છે.

ગૃહ સચિવ ભલ્લાએ પોતાના પત્રમાં જણાવ્યું કે લોકસભા સચિવાલય પાસેથી વેરિફાઇ કરી લેવામાં આવ્યું છે કે કમિટી જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ કરવા પર વાત કરવા માંગે છે. ગૃહ મંત્રાલય પહેલાં જ 16 ઓક્ટોબર 2020માં આ સંબંધમાં પોતાની વાત રજૂ કરી ચુક્યું છે. તે સિવાય બીજુ કંઇ કહેવાની જરૂર નથી.

પૂર્વ લોકસભા સેક્રેટરી જનરલ પીડીટી આચાર્યએ પણ જણાવ્યું કે દેશની સુરક્ષા સંબંધિત મામલામાં સરકાર સ્થાયી સમિતિ સામે દસ્તાવેજ રજૂ કરવાનું ઇનકાર કરી શકે છે. લોકસભા સ્પીકર પહેલા જ બધા પેનલ હેડને જણાવી ચુક્યા છે કે એવા મુદ્દાને ના લેવામાં આવે જે કોર્ટ પાસે પેન્ડિંગ છે. તે પછી થરૂરે સ્પીકરને જવાબ આપતા જણાવ્યું હતુ કે ઇન્ટરનેટ કનેક્શન કેસ હવે કોર્ટમાં નથી અને 16 ઓગ્સટે કેન્દ્રએ ગાંદરબલ અને ઉધમપુરમાં ટ્રાયલ બેસિસ પર 4G ઇન્ટરનેટ સેવા ટ્રાયલ બેસિસ શરૂ કરવાની મંજૂરી આપી દીધી હતી

(7:14 pm IST)