Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

સાડી પહેરીને વેઇટ-લિફિટંગ અને સ્કવોટસ કરતાં ૮૨ વર્ષનાં આ દાદીને જોયાં કે નહીં?

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં ૮૨ વર્ષનાં સાડી પહેરેલાં દાદી વેઇટ-લિફિટંગ કરે છે તેમ જ સ્કવોટસ પણ કરે છે

મુંબઇ, તા.૨૬: સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં ૮૨ વર્ષનાં સાડી પહેરેલાં દાદી વેઇટ-લિફ્ટિંગ કરે છે તેમ જ સ્કવોટસ પણ કરે છે. ચેન્નઈના જિમ ટ્રેઇનર ચિરાગ ચોરડિયાએ પોતાનાં દાદીનો વિડિયો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. ચિરાગનું કહેવું છે કે તેનાં દાદી નાની વયથી જ ખૂબ એકિટવ અને એનર્જેટિક હતાં. લગ્ન પછી પણ તે પોતાને ફિઝિકલ એકિટવિટીમાં વ્યસ્ત રાખતાં હતાં. જોકે થોડા સમય પહેલાં તેમને ઘૂંટીમાં ઈજા થયા બાદ ત્રણ મહિના સુધી ચાલી ન શકવાથી તેમની પ્રવૃત્તિઓ લગભગ બંધ થઈ ગઈ હતી. ત્યાર બાદ સાત મહિના પહેલાં તેઓ પલંગ પરથી પડી જતાં તેમની સ્થિતિ વધુ કફોડી થઈ હતી. વાંકા વળીને જમીન પરથી ચીજો ઉઠાવવામાં પણ તેમને તકલીફ પડવા માંડી.

જોકે તેમના જિમ-ટ્રેઇનર પૌત્ર ચિરાગે તેમને સ્ટ્રેચિંગ અને વેઇટ-ટ્રેઇનિંગની તાલીમ આપવાનું શરૂ કર્યું. મહિનાઓની ટ્રેઇનિંગ પછી હવે આ દાદી જે મસ્ત વેઇટ-ટ્રેઇનિંગ કરે છે એ જોઈને દંગ રહી જવાય એવું છે.

(3:29 pm IST)