Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 28 કેસ: કુલ આંક 10,474એ પહોંચ્યો

ગઈકાલે 83 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ 9599 ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ 91.89 ટકા થયો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 28 કેસ નોંધાતા કુલ આંક 10,474એ પહોંચ્યો છે. 

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 28 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 10,474 થયા છે.ગઈકાલે 83 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  9599 થતા રિકવરી રેટ  91.89 ટકા થયો છે.

છે. આજ દિન સુધીમાં કુલ 4,21,325 સેમ્પલ લેવામાં આવ્યા છે.

(1:36 pm IST)
  • વાવાઝોડા નિવારે તામિલનાડુમાં ભારે અફરા તફરી મચાવી છે. ચેન્નઇમાં વરસાદી પાણીથી ભરાયેલ રસ્તા ઉપર યુગલ જઇ રહ્યાની તસવીર વાયરલ થઇ છે. તામિલનાડુમાં તંત્રએ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડયા છે. access_time 11:28 am IST

  • કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબ મુફ્તીને ઝટકો : પીડીપી પાર્ટીના ત્રણ નેતાઓએ રાજીનામુ આપ્યું : ધમન ભસીન ,ફલૈલ સિંહ ,તથા પ્રીતમ કોટવાલે પાર્ટી સાથે છેડો ફાડ્યો access_time 1:36 pm IST

  • સરહદે પાકિસ્તાનના સતત વાંદરવેડા : જમ્મુ કાશ્મીરના પૂંછના કસ્બા અને કિરની સેકટરમાં પાકિસ્તાને ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ : ભારતીય જવાનો જવાબ આપી રહ્યા છે access_time 5:03 pm IST