Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

એક અઠવાડિયામાં પેટ્રોલમાં ૬૪ પૈસા અને ડીઝલમાં રૂ.૧.૨૮નો ભાવ વધારો

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૨૬: પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ વધારો થયો છે. પેટ્રોલમાં ૧૧ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૩ પૈસાનો વધારો થયો છે.

એક અઠવાડિયામાં ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલમાં ૬૪ પૈસા અને ડીઝલમાં ભાવમાં પ્રતિ લિટરે ૧.૨૮ નો ભાવ વધારો ધીમે ધીમે ઝીંકી દીધો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં વધારો થયો હોય ઓઇલ કંપની દ્વારા ભાવ વધારવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ વધતા કેન્દ્ર સરકાર કે રાજય સરકાર ટેકસ નહી ઘટાડે તો હજુ પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થશે તેવુ જાણકારો કહી રહ્યા છે.

(11:33 am IST)
  • દિલ્હીમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં નવા 5246 કેસ નોંધાયા : વધુ 99 લોકોના સારવાર દરમિયાન મોત: કુલ કેસનો આંકડો 5,45,787 પહોંચ્યો access_time 11:57 pm IST

  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST

  • એસટી તંત્રનો મોટો નિર્ણંય : રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઇને S.T વિભાગે તમામ રિઝર્વેશન ટિકિટ રદ્દ કરી: હવે મુસાફરોને બસની અંદર જ ટિકિટ લેવી પડશે access_time 11:59 pm IST