Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ... તપાસમાં સનસનીખેજ વિગતો બહાર આવીઃ પીસીઆર ટેસ્ટીંગ ઓછા અને એન્ટીજન ટેસ્ટ વધુ બતાવી કેસોનું અન્ડર રીપોર્ટીંગ

આંકડા છૂપાવવાનો ખેલઃ ૩૪ લાખ દર્દીઓની ગણતરી જ નહિ

કોરોનાની શરૂઆતમાં ૧૦૦ ટકા આરટી-પીસીઆર ટેસ્ટ થયાઃ હવે ૬૦ ટકાથી ઓછાઃ ગુજરાત અને તેલંગણામાં મોટી સંખ્યામાં અન્ડર રીપોર્ટીંગ

નવી દિલ્હી, તા. ૨૬ :. શું દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યાને છુપાવવાનુ કામ ચાલી રહ્યુ છે ? આ સવાલ એટલા માટે ઉઠે છે કે અનેક રાજ્યોમાં સત્તાવાર આંકડા વાસ્તવિક આંકડાથી ઓછા જણાય રહ્યા છે. આંકડાઓને ઓછા દેખાડવા માટે રાજ્યોએ બે રીતનો ઉપયોગ કર્યો છે. પહેલો એ કે ટેસ્ટીંગ તથા સ્કેનીંગની સંખ્યાને ઓછી કરવી અને બીજુ એન્ટીજન ટેસ્ટને વધારવા અને પીસીઆર ટેસ્ટની સંખ્યાને ઓછી કરવી.

 

કોવિડની શરૂઆતમાં ૧૦૦ ટકા આરટી-પીસીઆર ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા. જે ઘટીને હવે ૬૦ ટકાથી ઓછા રહી ગયા છે. આઈસીએમઆરના આંકડાઓમાં એ સ્પષ્ટ થયુ છે કે દેશમાં લગભગ ૩૪ લાખ કોવિડ દર્દીઓની માહિતી દાખલ જ થઈ નથી. એન્ટીજન ટેસ્ટ કોરોના વાયરસને પીસીઆર ટેસ્ટની જેમ ઓળખ નથી કરતો. પીસીઆર ટેસ્ટની સકારાત્મકતા દર એન્ટીજન ટેસ્ટની તુલનામાં ૨.૫ થી ૩.૫ ગણો વધુ છે. દિલ્હીમા પીસીઆર ટેસ્ટનો આ દર ૧૪ ટકા છે જ્યારે એન્ટીજન ટેસ્ટ માટે સકારાત્મક દર ૪ ટકા છે. દેશમાં સરેરાશ આરટી-પીસીઆર ટેસ્ટ માત્ર ૫૮ ટકા જ છે.

 

અન્ડર રીપોર્ટીંગ કરનાર રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. જે રાજ્યોએ મોટી સંખ્યામાં એન્ટીજન ટેસ્ટ કર્યા ત્યાં મોટી સંખ્યામાં પોઝીટીવ કેસની ઓળખ થઈ શકી નથી. તેનો બિહારમાં સૌથી વધુ ઉપયોગ થયો. ટેસ્ટની સંખ્યા તો વધુ રહી પરંતુ કેસની ઓળખ ન થવાથી ત્યાં પોઝીટીવીટી રેટ ઓછો રહ્યો. તેલંગણા અને ગુજરાતે પણ મોટી સંખ્યામાં કોરોનાના મામલામાં અન્ડર રીપોર્ટીંગ કર્યુ છે.

બિહાર, તેલંગણા, ગુજરાત, દિલ્હી, યુપી રાજ્ય ૫૦ ટકાથી ઓછા પીસીઆર ટેસ્ટ સાથે દેશના ૫ સૌથી ખરાબ રાજ્યોમાં સામેલ છે.(૨-૯)

(3:07 pm IST)