Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ન્યૂઝીલેન્ડની પાર્લામેન્ટમાં ચૂંટાઈ આવેલા ભારતીય મૂળના ડો.ગૌરવ શર્માએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા : શરૂઆતમાં ન્યૂઝીલેન્ડની માઓરી ભાષામાં તથા બાદમાં સંસ્કૃત ભાષામાં શપથ લીધા : ભારત તથા ન્યૂઝીલેન્ડની સંસ્કૃતિ માટે ગૌરવ વ્યક્ત કર્યું

મેલબોર્ન : ન્યૂઝીલેન્ડની પાર્લામેન્ટમાં ચૂંટાઈ આવેલા ભારતીય મૂળના ડો.ગૌરવ શર્માએ બુધવારે યોજાયેલી શપથ વિધિમાં  સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા.તેમણે  શરૂઆતમાં ન્યૂઝીલેન્ડની માઓરી ભાષામાં તથા બાદમાં સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા  તથા ભારત અને ન્યૂઝીલેન્ડની  સંસ્કૃતિ માટે ગૌરવ વ્યક્ત કર્યું હતું . તેવું ન્યુઝીલેન્ડ ખાતેના ભારતના હાઈ કમિશનર શ્રી મુક્તેશ પરદેશીએ ટવીટરના માધ્યમથી જણાવ્યું હતું .

33 વર્ષીય ડો.શર્માએ પાર્લામેન્ટમાં સૌથી નાની વયના સાંસદ તરીકે ચૂંટાઈ આવવાના વિક્ર્મનું પણ સર્જન કર્યું છે.તેઓ હિમાચલ પ્રદેશના હમીરપુર ગામના વતની છે.તેમણે ઑક્લેન્ડમાંથી એમ.બી.બી.એસ.તથા વૉશિન્ગટનમાંથી એમ.બી.એ.ની ડિગ્રી મેળવેલી છે.

(9:05 pm IST)