Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

બજરંગ દળના નેતા સહિત ૪૦ જણાં સામે ફરિયાદ

આશ્રમ-૩ના સેટ પર તોડફોડ બાદ પોલીસ એક્શનમાં : બજરંગદળના કથિત કાર્યકરો જ્યાં શૂટિંગ થઈ રહ્યું હતું ત્યાં ઘૂસી ગયા અને વેબ સિરિઝના સેટ પર તોડફોડ કરી

નવી દિલ્હી , તા.૨૬ :વેબસિરિઝ આશ્રમ-૩ના સેટ પર તોડફોડ થયા બાદ પોલીસ એક્શનમાં આવી છે. આ મામલામાં પોલીસે બજરંગ દળના નેતા સુશીલ સુદેલ તેમજ બીજા ૩૯ લોકો સામે ફરિયાદ નોંધી છે. મળતી વિગતો પ્રમાણે રવિવારે બજરંગદળના કથિત કાર્યકરો જ્યાં શૂટિંગ થઈ રહ્યુ હતુ ત્યાં ઘૂસી ગયા હતા અને ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત વેબ સિરિઝ આશ્રમના સેટ પર તોડફોડ કરી હતી. પ્રકાશ ઝાના ચહેરા પર શાહી ફેંકવામાં આવી હતી. જોકે તેમણે કોઈ ફરિયાદ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસનુ કહેવુ છે કે, અમે જાતે જ કાર્યવાહી કરવાનુ નક્કી કરીને ૪૦ લોકો સામે ફરિયાદ નોંધી છે અને ચાર લોકોની પહેલા જ ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ બજરંગદળ નેતા સુદેલે કહ્યુ છે કે, હું કાર્યવાહી માટે તૈયાર છું. વેબ સિરિઝ આશ્રમ બનાવવા પાછળના ઈરાદાઓને લઈને કાર્યકરોમાં આક્રોશ છે. અમે ઈચ્છીએ છે કે, આ સિરિઝનુ નામ બદલવામાં આવે. કારણકે તેનાથી અમારી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. જો નામ નહીં બદલાય તો અમે આગળ પણ કાર્યવાહી કરીશું.

 

(8:19 pm IST)