Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

પાક.ના વિજય બાદ ખુશી વ્યક્ત કરનારી શિક્ષિકાને પાણીચું

રાજસ્થાનની શિક્ષિકાનું વોટ્સએપ સ્ટેટસ વાયરલ થયું : શિક્ષિકાએ મેચ બાદ વોટ્સએપ સ્ટેટસમાં પાક. ખેલાડીની તસવીર મૂકી આપણે જીતી ગયા એવી કોમેન્ટ કરી હતી

ઉદેપુર, તા.૨૬ : રાજસ્થાનના ઉદેપુરમાં ખાનગી સ્કૂલમાં કામ કરતી મહિલા શિક્ષકે રવિવારે રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી-૨૦ મેચ બાદ પાકિસ્તાનની જીતની ઉજવણી કરી હતી. એ પછી સ્કૂલ સંચાલકોએ તેને નોકરીમાંથી કાઢી મુકી છે. ઉદેપુરની નીરજા મોદી સ્કૂલમાં કામ કરતી શિક્ષિકા નફીસા અટારીએ મેચ પૂરી થયા બાદ પાકિસ્તાની ખેલાડીઓની તસવીર વોટસએપ સ્ટેટસમાં મુકી હતી અને સાથે લખ્યુ હતુ કે, આપણે જીતી ગયા. એ પછી એક વાલીએ તેમને પૂછ્યુ હતુ કે, તમે પાકિસ્તાનનુ સમર્થન કરો છો ત્યારે નફીસાએ હા પાડી હતી. વોટસએપ પરનું શિક્ષિકાનુ સ્ટેટસ વાયરલ થયા બાદ સ્કૂલે તેને નોકરીમાંથી કાઢી મુકી છે. ઉલ્લેખનીય છે કે, ભારત પાકિસ્તાન સામે ટી-૨૦ વિશ્વકપની પહેલી મેચ દસ વિકેટથી હાર્યુ હતુ અને એ પછી દેશના કેટલાક હિસ્સામાં ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. જેને લઈને પણ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.

(8:13 pm IST)