Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

2002 ની સાલના ગુજરાતના કોમી રમખાણો : તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને SIT દ્વારા અપાયેલી ક્લીન ચિટ વિરુદ્ધ ઝકીયા હસન જાફરીની પિટિશન : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી આખરી સુનાવણી આવતીકાલે આગળ વધશે

ન્યુદિલ્હી : 2002 ની સાલના ગુજરાતમાં થયેલા કોમી રમખાણો માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ગણવા અંગે સ્પેશિઅલ ઇન્વેસ્ટિગેટિવ ટિમ ( SIT ) દ્વારા તપાસ કરાયા બાદ તેઓને ક્લીન ચિટ આપવામાં આવી હતી.

જે વિરુદ્ધ કોંગ્રેસના ધારાસભ્ય હસન જાફરીની વિધવા ઝકીયા હસન જાફરીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના પતિની હત્યા માટે જવાબદાર હોવાનું જણાવાયું હતું. તથા SIT ની તપાસ સામે વાંહો ઉઠાવાયો હતો.

ઉલ્લેખનીય છે કે આ રમખાણો દરમિયાન ગુલમર્ગ સોસાયટી ખાતે હસન જાફરીની હત્યા થઇ હતી. જેની આખરી સુનાવણી આજરોજ હાથ ધરાઈ હતી.જેમાં પિટિશનરના એડવોકેટ કપિલ સિબ્બલ દ્વારા દલીલો કરાઈ હતી. સુનાવણી આવતીકાલે આગળ ચાલશે તેવું એલ.એલ. દ્વારા જાણવા મળે છે.  

(7:03 pm IST)