Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

પંજાબમાં બે ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા: ૧૫૦ કરોડનું કાળું નાણું ઝડપાયું

પંજાબ સ્થિત બે જૂથોના સંખ્યાબંધ સ્થળોએ આવકવેરા ખાતાએ સર્ચ અને સિઝર ઓપરેશનો હાથ ધર્યા છે. આ બન્નેમાંથી પ્રથમ ગ્રુપ સાયકલના ધંધામાં સંકળાયેલું છે અને તેના ઉપર ૨૧ ઓક્ટોબર થી દરોડા શરૂ થયા હતા, જેમાં દોઢસો કરોડની બિનહિસાબી આવક ઝડપાયાનુ સીબીડીટીએ જણાવ્યું છે.

(5:41 pm IST)