Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

રાહુલ ગાંધી હાજીર હો...

નવી દિલ્હી તા. ૨૬ : રાહુલ ગાંધી સામે સુરત કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધીને ૨૯ ઓકટબરે સુરત કોર્ટમાં હારજ રહેવાનો નિર્દેશ કરાયો છે

કોંગ્રેસ નેતારાહુલ ગાંધીને ફરી એકવાર ગુજરાત આવી શકે છે,રાહુલ ગાંધીસામે સુરત કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે જેને લઈને તેમને કોર્ટમાં હારજ રહેવાનો નિર્દેશ કરાયો છે. ત્યારેકોંગ્રેસ નેતાફરી એકવાર સુરત કોર્ટમાં હાજર રહેશે.

મહત્વનું છે કે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી અટક ધરાવનારને લઈને કરેલી ટિપ્પણી બદલ સુરતના પૂર્ણેશ મોદીએ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈનેરાહુલ ગાંધીસામેમાનહાનિ કેસચાલી રહ્યો છે. જેને લઈને રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ કરાયો છે.

સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ નોંધાવેલી ફરિયાદના આધારે કેસ ચાલી રહ્યો છે, જોકે હાલ પૂર્ણેશ મોદી રાજયના માર્ગ મકાન મંત્રી બન્યા છે ત્યારે હવે કેસને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. માનહાનિ કેસને લઈને હાઈકોર્ટના નિર્દેશ બાદ કર્ણાટકના બે સાક્ષીની જુબાની લેવાઈ છે,ત્યારે હવે ફર્ધર સ્ટેન્ટમેન્ટ માટે રાહુલ ગાંધીને ફરી એકવાર સુરત કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ કરાયો છે જેને લઈરાહુલ ગાંધીતા.૨૯ ઓકટોબરે કોર્ટમાં હાજર રહે તેવું જણાઈ રહ્યું છે.

(4:06 pm IST)