Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ત્રીજી લહેરનાં ભણકારા

૪૦ લાખની વસતિ ધરાવતા ચીનના એક શહેરમાં ફરી લોકડાઉન

જયાંથી કોરોનાનો ઉદ્બવ થયો હતો એ ચીનમાં જ ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે

બીજીગ, તા.૨૬: Lanzhouએ ચીનનું ખૂબ મહત્વનું શહેર માનવામાં આવે છે. નોર્થ વેસ્ટ ચાઈનાંનાં ગુંસુ પ્રાંતની રાજધાની માનવામાં આવે છે. આ શહેરની વસતિ ૪૦ લાખ જેટલી છે અને ત્યાં હવે ફરી લોકડાઉન કરવાની ફરજ પડી છે. ઉલ્લેખનનીય છે કે બીજા પ્રાંતોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે.

ગત એક અઠવાડિયામાં ચીનમાં કોવિડ-૧૯ના ૧૩૩ નવા કેસ નોંધાયા હતા જેમાં ૧૦૬ અન્ય રાષ્ટ્રોના પ્રવાસીઓ હતા. ૧૭ ઓકટોબર બાદ ચીનના ૧૧ પ્રાંતમાં સંક્રમણમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે.

ચીનમાં સ્થાનિક સ્તરે અત્યાર સુધીમાં કોરોનાને નિયંત્રિત કરવામાં આવ્યો હતો પરંતુ સતત પાંચમાં દિવસે કોરોનાના નવા કેસમાં ઉછાળઓ નોંધાતા દેશમાં ચિંતા વધી છે અને સરકાર પણ આ મામલે ગંભીરતાથી એકશનમાં આવીને તાબડતોબ આ તમામ વિસ્તારોમાં પ્રતિબંધ લાગૂ કર્યા છે.

જણાવી દઇએ કે, કોરોનાને મ્હાત આપવા માટે ચીનની સરકારે મોટા પાયે કોવિડ ટેસ્ટિંગ શરૂ કર્યું છે અને કેટલાક ટૂરીસ્ટ પ્લેસ પર પ્રતિબંધ લાદ્યો છે. આ સિવાય સ્કૂલો, મનોરંજન સ્થળો પણ બંધ કરવામાં આવ્યા છે. તો લોકોને પણ કામ સિવાય દ્યરની બહાર ન નીકળવા માટેની અપીલ કરી છે.

જાણકારી મળી રહી છે કે ચીનના ઉત્ત્।ર અને ઉત્ત્।ર પશ્યિમી શહેરોમાં સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યું છે. કેટલાક બહારથી આવેલા પ્રવાસીઓને આ આઉટબ્રેક માટે જવાબદાર મનાઈ રહ્યા છે. હાલ માટે પ્રશાશનને કડક પગલા ભરવાનું શરુ કર્યુ છે. માસ ટેસ્ટિંગ તો કરવામાં આવી જ રહી છે આ ઉપરાંત ટુરિસ્ટ સ્પોર્ટ બંધ કરવામાં આવ્યા છે. સંક્રમણ વાળી જગ્યાઓ પર એન્ટરટેઈનમેન્ટ વેન્યૂ પર પણ તાળા લગાવ્યા છે અને કેટલાક વિસ્તારોમાં લોકડાઉનની પણ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ચીનના Lanzhou વિસ્તારમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે તે પોતાના ઘરની બહાર ન નિકળે. જો કોઈ જરુરી કામ નથી તો દ્યરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. ત્યારે  જે બહાર નિકળી પણ રહ્યા છે તેમને કોવિડ નેગિટિવ રિપોર્ટ બતાવવાનું કહેવામાં આવી રહ્યું છે.  તેવામાં નિયમો દ્યણા કડક કરી દેવામાં આવ્યા છે  અને પાલન ન થવા પર એકશન પણ લેવામાં આવી રહ્યા છે.

મનાઈ રહ્યું છે કે વધતા મામલાની જગ્યાએ Xi an અને Lanzhou વિસ્તારોમાં ૬૦ ટકા ઉડાનોને રદ્દ કરી દેવામાં આવી છે અહીં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે મંગોલિયા વાળા વિસ્તારોમાં વધતા કેસોની જગ્યાએ કોલસાની આયાત પર અસર પડી શકે છે. આમ તો હાલ ચીનમાં ૨૪ કલાકમાં ૧૩ મામલા આવ્યા છે. પરંતુ આ કડકાઈ એટલા માટે જોવા મળી રહી છે કેમ કે ચીની સરકાર પોતાના દેશમાં કોરોનાના એક પણ સક્રિય દર્દી નથી ઈચ્છતી.  તેવામાં એક મામલો આવવાથી પૈનિક સ્થિતિ ઉત્પન્ન  થઈ જાય છે.

(4:05 pm IST)