Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

હેરિટેજઃ બાર લાંબી પેનલો પર એસીરિયન સમયગાળાની અદભૂત કોતરણી

ઈરાકમાં ૨૭૦૦ વર્ષ પહેલા દારૂની ફેકટરી મળી

 નવી દિલ્હીઃ ઈરાકમાં પુરાતત્ત્વવિદોએ એસીરીયન રાજાઓના શાસનકાળના ૨૭૦૦ વર્ષ પહેલાની વાઈન ફેકટરીની શોધ કરી છે. તેની પાંચ મીટર પહોળી અને બે મીટર ઊંચી ૧૨ પેનલ પર ભવ્ય કોતરણી છે. આ સાથે ઉત્તરી ઈરાકના ફૈદામાં ૯ કિલોમીટર લાંબી સિંચાઈ નહેરની દિવાલો પર પણ ભવ્ય કોતરણી જોવા મળી છે. આ ચિત્રોમાં દેવતાઓ, રાજાઓ અને -ાણીઓ કોતરેલા છે. આ કોતરણીઓ સરગોન દ્વિતીય (૭૨૧-૭૦૫ બીસીઇ) અને તેના પુત્ર સન્હેરીબ ના શાસનકાળની છે. ઇરાક એ વિશ્વના કેટલાક -ારંભિક શહેરોનું જન્મસ્થળ હતું. તે અશૂરીઓ, સુમેરિયનો અને બેબીલોનીઓનું ઘર હતું.

 માનવ લેખનના પ્રથમ ઉદાહરણો પણ અહીં જોવા મળે છે. ઇટાલી ના પુરાતત્વવિદ્ ડેનિયલ મોરાન્ડી બોનાકોસીના જણાવ્યા અનુસાર કુર્દીસ્તાન, ઈરાકમાં કોઈ વિશાળ સ્મારક નથી.

 કલાકૃતિઓની દાણચોરી

 ઈરાક હવે પ્રાચીન કલાકૃતિઓની દાણચોરી માટેનું સ્થળ બની ગયું છે. વર્ષની શરૂઆતમાં, યુએસએ સુમેરિયન સમયગાળાની લગભગ ૪,૦૦૦ વર્ષ જૂની લગભગ ૧૭,૦૦૦ કલાકૃતિઓ ઇરાકને પરત કરી. ગિલગમેશના મહાકાવ્યનું વર્ણન કરતી ૩,૫૦૦ વર્ષ જૂની ટેબ્લેટ ત્રણ દાયકા પહેલા ચોરી થયા બાદ ગેરકાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં મોકલવામાં આવી હતી. ગયા મહિને અમેરિકાએ તેને ઈરાકને પણ પરત કર્યું હતું.

 પ્રચારની પ્રાચીન પ્રણાલી

 પ્રાચીન ઈરાકમાં, પહાડીઓમાંથી ખેડૂતોના ખેતરોમાં પાણી લઈ જવા માટે સિંચાઈની નહેરો કાપવામાં આવી હતી, તેમ The Mercury.com અહેવાલ આપે છે. તેની કોતરણી દર્શાવે છે કે રાજા કદાચ આ વિસ્તારમાં રહેતા લોકોને બતાવવા માગતો હશે કે તેણે આ સિંચાઈ વ્યવસ્થા બનાવી છે.

(2:59 pm IST)