Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

દિલ્હી રમખાણો : હજુ સુધી આરોપીઓના રંગીન ફોટાઓ તથા સીસીટીવી ફૂટેજ રજૂ ન કરવા બદલ દિલ્હી કોર્ટ નારાજ : તપાસનીશ અધિકારી અને ડેપ્યુટી પોલીસ કમીશ્નરને શો કોઝ નોટિસ આપી


ન્યુદિલ્હી : દિલ્હી રમખાણો દરમિયાન ધરપકડ કરાયેલા આરોપીઓના રંગીન ફોટાઓ તથા સીસીટીવી ફૂટેજ હજુ સુધી રજૂ ન કરવા બદલ દિલ્હી કોર્ટએ તપાસનીશ અધિકારી અને ડેપ્યુટી પોલીસ કમીશ્નરને શો કોઝ નોટિસ આપી છે.

મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અરુણ કુમાર ગર્ગે બંને પાસેથી ખુલાસો માંગ્યો હતો કે કોર્ટના નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેમની સામે દિલ્હી પોલીસ અધિનિયમની કલમ 60 r/w કલમ 122 સહિત કાયદા મુજબ યોગ્ય પગલાં કેમ લેવામાં આવ્યા નથી.

કલમ 122 હેઠળ ખોટા નિવેદન વગેરે માટે અને પોલીસ અધિકારીઓની ગેરવર્તણૂક માટે પેનલ્ટી લાગી શકે છે.નામદાર કોર્ટે જણાવ્યું હતું કે બંને અધિકારીઓ આ માટે જવાબદાર ગણવામાં આવી શકે છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(11:52 am IST)