Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

દેશમાં ૫૪-૬૨ ટકા લોકો જ બીજો ડોઝ લેવા ઇચ્છુક

કોરોના સાથે જંગ : બીસીજીના સર્વેમાં ખુલાસો

નવી દિલ્હી તા. ૨૬ : દેશે ૨૧ ઓકટોબરેઙ્ગકોરોના અવરોધી વેકસીનની એક અરબ ડોઝ લગાવીને ઇતિહાસ બનાવ્યો જોકે આવતા ૧૦૦ કરોડ ડોઝ લગાવાનો રસ્તો સરળ નથી.કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પણ સ્વીકાર કર્યો છે કે પ્રથમ ડોઝ લગાવી ચૂકેલા લોકોને બીજો ડોઝ લેવા માટે તૈયાર કરવો મોટો પડકાર હશે.

બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના સેન્ટર ફોર કસ્ટમર ઇનસાઈટ દ્વારા ૩૫૦૦ લોકો પર કરવામાં આવેલા સર્વે થી માલુમ પડે છે કે ભારતમાં પ્રથમ ડોઝ લઇ ચૂકેલા લોકોમાંથી ફકત ૫૪-૬૨ ટકા બીજો ડોઝ લગાવવા ઈચ્છે છે.અંદાજે ૩૫ ટકા લોકોમાં બીજો ડોઝ પ્રત્યે રસ નથી. તેનું માનવું છે કે સંક્રમણથી બચાવાઙ્ગમાટે એક ડોઝ જ પર્યાપ્ત છે.ઙ્ગ

ઙ્ગબીસીજીના એમડી અભિષેક ગોપલકાએઙ્ગકહ્યું કે મહાનગરો તેમજ મોટા શહેરોમાં પ્રથમ ડોઝ લેવામાઙ્ગલોકોમાં રસ ઓછો થતો જોવા મળ્યો છે. મેમાં ૭૮ ટકાથી ઘટીને સપ્ટેમ્બરમાં ૨૮ ટકા રહી ગઈ છે. બીસીજીનાઙ્ગરિપોર્ટમાં કહેવામાં આવ્યું ચ્ચે કે બીજો ડોઝ લગાવાનાઙ્ગમામલે ૧૫ સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાત જેવા રાજય આગળ રહ્યા છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના અંદાજ મુજબ, દેશમાં પ્રથમ ડોઝ લઇ ચૂકેલા અંદાજે ૯ કરોડ લોકોને બીજો ડોઝ લગાવાનો બાકી છે.

(11:38 am IST)