Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ઉડ્ડયન મંત્રાલયને મોકલાયું લીસ્ટ

માર્ચ સુધીમાં ૧૩ એરપોર્ટના ખાનગીકરણ કરવા તૈયારી

સાત નાના અને છ મોટા એરપોર્ટ સામેલ

નવી દિલ્હી, તા.૨૬: કેન્દ્ર સરકાર ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીમાં સરકારી એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની માલિકીના ૧૩ એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (એએઆઇ)ના ચેરમેન સંજીવકુમારે પત્રકારોને એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમે આ માટે ૧૩ એરપોર્ટસનું લીસ્ટ ઉડ્ડયન મંત્રાલયને મોકલી આપ્યું છે. આ નાણાંકીય વષના અંત સુધીમાં આ એરપોર્ટોનું બીડીંગ કમ્પલીટ કરવાનું આયોજન છે.

તેમણે કહ્યું કે બીડીંગ માટે પ્રતિ પેસેન્જર રેવન્યુનું મોડલ અપનાવવામાં આવશે. આ મોડલ આ પહેલા પણ અપનાવાઇ ચુકયું છે અને સફળ રહ્યું છે, ગ્રેટર નોઇડામાં જેવાર એરપોર્ટનું બીડીંગ પણ આ મોડેલ પર જ થયું હતું.

એએઆઇએ મોટા એરપોર્ટ વારાણસી, અમૃતસર, ભુવનેશ્વર, રાયપુર, ઇંદોર અને ત્રીચી તથા સાત નાના એરપોર્ટ કુશીનગર, ગયા, કાંગરા, તિરૂપતિ, ઔરંગાબાદ, જબલપુર અને હુબલીના ખાનગીકરણનું આયોજન કર્યુ છે.

નેશનલ મોનેટાઇઝેશન પ્લાન (એનએમપી) હેઠળ સરકારે આગામી ૪ વર્ષમાં આ ૧૩ એરપોર્ટ સહિત ૨૫ એરપોર્ટના ખાનગીકરણનું આયોજન કર્યુ છે. આના દ્વારા સરકાર આ એરપોર્ટોને નફાકારક એરપોર્ટમાં ફેરવવા માંગે છે.

(9:49 am IST)