Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

તેલંગણામાં સેનાએ ત્રણ નક્સલવાદીઓને ઠાર કર્યા

છત્તીસગઢ-તેલંગમા સરહદે સેનાને મોટી સફળતા : મોટા પ્રમાણમાં એકે-૪૭-રાયફલ મળ્યા : તેલંગાણા પોલીસ અને તેલંગાણા ગ્રે હાઉન્ડસે કાર્યવાહી કરી

રાયપુર, તા.૨૫ : છત્તીસગઢ-તેલંગાણા સરહદે નક્સલીઓ સાથે અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે અને એન્કાઉન્ટરમાં નક્સલી માર્યા ગયા છે. પોલીસે તેલંગાણાના મુલગુ જિલ્લામાં મોટી કાર્યવાહી કરી છે અને ત્રણ નક્સલીઓના મૃતદેહ જપ્ત કર્યા છે.

છત્તીસગઢના બીજાપુર અને તેલંગાણાના મુલગુ બોર્ડર પર થયેલી અથડામણ બાદ પોલીસને ઘટના સ્થળેથી ભારે પ્રમાણમાં એકે-૪૭ અને રાયફલ મળ્યા છે, જેને જપ્ત કરી લીધા છે. ખાનગી માહિતીના આધારે તેલંગાણા પોલીસ અને તેલંગાણા ગ્રે હાઉન્ડસ કાર્યવાહી કરી. અગાઉ રવિવારે બિહારના લખીસરાય જિલ્લામાં પોલીસ અને નક્સલીઓની વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં પોલીસે એક હાર્ડકોર નક્સલીને ઠાર માર્યા હતા. અથડામણ બાદ પોલીસે નક્સલીઓની નજીકથી એક એક-૪૭ અને કેટલાક અન્ય હથિયાર પણ જપ્ત કર્યા હતા. નક્સલીઓએ એક ડીલરના પુત્રનુ અપહરણ કરી લીધુ હતુ. આને લઈને અથડામણ થઈ, જેમાં કેટલાક અન્ય નક્સલી પણ ઈજાગ્રસ્ત થયા છે. લખીસરાયના પીરી બજાર વિસ્તારના ચૌખરા ગામમાં શનિવારે રાતે લગભગ સાડા-નવથી દસ વાગ્યાની આસપાસ લગભગ ૧૫થી ૨૦ની સંખ્યામાં આવેલા નક્સલી અહીંના એક ડીલર ભાગવત મહતોના અપહરણ કરવા પહોંચ્યા હતા.

(12:00 am IST)