Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

પેટ્રોલ - ડિઝલ ઉપર ટેકસ વધારવાની તૈયારીમાં સરકાર : કોરોના માટે નાણા એકત્ર કરવા જનતા ઉપર નવો બોજો ઝીંકાશે

કોરોનાના સંક્રમણના પગલે સર્જાયેલ આર્થિક નુકશાનને પહોંચી વળવા કેન્દ્રની એનડીએ સરકાર પેટ્રોલ - ડિઝલ ઉપરનો ટેકસ વધારી દયે તેવી પૂરી સંભાવના છે. સરકાર તરફથી પેટ્રોલ અને ડિઝલ ઉપર એકસાઈઝ ડ્યુટીમાં ૩ થી ૬ રૂ. સુધીનો વધારો કરાઈ શકે તેવી પૂરી સંભાવના છે. આઈએએનએસના રીપોર્ટ મુજબ સરકાર કોરોનાથી સર્જાયેલ પરિસ્થિતિને પહોંચી વળવા વધારાના સાધનો એકત્ર કરવાની તૈયારીમાં છે. જો પેટ્રોલ - ડિઝલની એકસાઈઝ ડ્યુટીમાં વધારો કરાય તો ચાલુ આખા નાણાકીય વર્ષ દરમિયાન ૬૦ હજાર કરોડ રૂપિયા મેળવી શકાશે અને જો હાલના નાણાકીય વર્ષની વાત કરીએ તો માર્ચ સુધીમાં મોદી સરકાર આ વધારા દ્વારા ૩૦ હજાર કરોડની રકમ મેળવી શકશે. આ જ કારણોસર ભારતમાં છેલ્લા એક મહિનાથી વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતોમાં ઘટાડો થવા છતાં દેશમાં પેટ્રોલ - ડિઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.

(6:25 pm IST)