Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

દિલ્હીની ભવિષ્યવેત્તાએ કરી આગાહી

૨૦૨૧ના ફેબ્રુઆરીમાં થઇ શકે છે યુદ્ઘ

ચીન /અથવા પાકિસ્તાન સાથે જંગ શકય છે

નવી દિલ્હી, તા.૨૬: ૨૦૨૧ના ફેબ્રુઆરી-માર્ચની આસપાસ ચીન અથવા પાકિસ્તાન સાથે યુદ્ઘ થઇ શકે છે એવી આગાહી પાટનગર નવી દિલ્હીની એક ભવિષ્યવેત્તા મનીજા આહુજાએ કરી હતી.

તેમણે કહ્યું હતું કે ૨૦૨૧ના ફેબ્રુઆરીની ૧૨મીથી ૨૭મી આ બાબતમાં ખૂબ સંવેદનશીલ જણાતી હતી. નવેંબરથી ચીન સાથેના સંબંધો વધુ ખરાબ થવા લાગશે અને એની પ્રતિકૂળ અસર ૨૦૨૧ના ફેબ્રુઆરી માર્ચમાં દેખાશે. ચીન અને પાકિસ્તાન બંને સાથે યુદ્ઘ થવાની શકયતા હતી.

આ યુદ્ઘમાં ભારતને ખૂબ નુકસાન થશે પરંતુ ભારતનો વિજય થશે. ચીન અને પાકિસ્તાન બંનેનો પરાજય નક્કી છે. આ યુદ્ઘમાં અમેરિકા ભારતને સાથ આપશે.

અત્યાર અગાઉ મનીજાની કોરોના વાઇરસ વિશેની આગાહી સાચી પડી હતી. તેણે કહ્યું હતું કે ૨૦૨૦થી ખંડ પ્રલયયુગ શરૂ થયો હતો. આગામી દસ વર્ષ આખી દુનિયા માટે નકારાત્મક પરિણામો લાવનારાં નીવડશે. ખાસ કરીને ૨૦૨૬ સુધી કુદરતી આપત્તિઓ, યુદ્ઘો અને સરહદી વિવાદો કેન્દ્રમાં રહેશે.

મનીજાએ વધુમાં કહ્યું હતું કે સૌથી વધુ ખરાબ સમય ચીન માટે છે. ચીને આગામી દસ વર્ષ વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવાની ફરજ પડશે.

એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું ૨૦૨૨માં ભારત પાકિસ્તાન પાસેથી તેના કબજા હેઠળનું કશ્મીર પાછું મેળવી લેશે. તેણે એવી પણ આગાહી કરી હતી કે અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય સો ટકા નિશ્યિત છે. ટ્રમ્પ કાયમ ભારતની સાથે દોસ્તી નીભાવશે.

(3:36 pm IST)