Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

બેંકના ગ્રાહક હોવું પણ જરૂરી નથી

હવે ફ્રીમાં બદલી શકશો ફાટેલી-ગંદી નોટ

નવી દિલ્હી,તા.૨૬: શું તમારી પાસે જૂની કે પછી ફાટેલી નોટો છે...શું તે નોટોને કોઈ દુકાનદાર નથી લઈ રહ્યા? જો આવું કંઈ પણ છે તો આપને બિલકુલ પણ પરેશાન થવાની જરૂર નથી કારણ કે હવે તમે સરળતાથી આ નોટોને બદલી શકો છો. RBI (Reserve Bank Of India) તરફથી પણ ફાટેલી-જૂની નોટોને લઈને ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, જે મુજબ ગ્રાહક બેંકમાં જઈને આ પ્રકારની નોટોને બદલી શકે છે. આવો આપને જણાવીએ કે કેવી રીતે બદલશો જૂની નોટ...

ભારતીય રિઝર્વ બેંક ના નિયમ મુજબ, દરેક બેંકને જૂની, ફાટેલી કે વળેલી નોટ સ્વીકાર કરવી પડશે જેમાં શરત એ હશે કે તે નકલી ન હોવી જોઈએ. તેથી તમે સરળતાથી પોતાની નજીકની બેંક બ્રાન્ચમાં જઈને નોટ બદલી શકો છો. તેના માટે કોઈ ચાર્જ નહીં લાગે. સાથોસાથ તેના માટે તે બેંકના ગ્રાહક હોવું પણ જરૂરી નથી.નોંધનીય છે ક , નોટ બદલવી બેંક પર આધાર રાખે છે કે તે બદલશે કે નહીં. તેના માટે કોઈ પણ ગ્રાહક બેંકમાં બળજબરી નહીં કરી શકે. બેંક નોટ લેતી સમયે એ ચેક કરશે કે નોટને જાણી જોઈને તો નહીં ફાડવામાં આવી ને. આ ઉપરાંત નોટની કન્ડીશન કેવી છે. ત્યારબાદ જ તેને બદલવામાં આવશે. જો નોટ નકલી નહીં હોય અને તેની કન્ડીશન થોડી ઠીક હશે તો બેંક તેને સરળતાથી બદલી લે છે.

નોંધનીય છે કે, કેટલીક સ્થિતિઓમાં નોટોને બદલી નથી શકાતી. ભારતીય રિઝર્વ બેંકના નિયમો મુજબ, ખરાબ રીતે બળી ગયેલી, ટુકડે ટુકડા થવાની સ્થિતિમાં નોટોને નથી બદલી આપવામાં આવતી. આ પ્રકારની નોટોને આરબીઆઇની ઇસ્યૂ ઓફિસમાં જમા કરાવી શકાય છે.

નોંધનીય છે કે, તમે આ પ્રકારની નોટોથી પોતાના બિલ કે ટેકસની ચૂકવણી બેંકોમાં કરી શકો છો. આ ઉપરાંત આ પ્રકારની નોટોને બેંકમાં જમા કરી તમે પોતાના ખાતાની રકમને વધારી શકો છો.ઉલ્લેખનીય છે કે, જે પણ નોટ પર કોઈ સંદેશ લખ્યો હોય કે પછી કોઈ પ્રકારના રાજકીય સંદેશ લખ્યા હોય તે નોટોનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપવામાં આવી છે.

(11:29 am IST)