Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

મુંબઇ ખાતે આવેલી ધીરૂભાઇ અંબાણી સ્‍કુલમાં અભ્‍યાસ કરતી અભિનેતા શાહિદ કપુરની દીકરી મીશાઃ સ્‍કુલની ફી સૌથી મોંઘી

માત્ર સેલિબ્રિટીઝના બાળકો અભ્‍યાસ કરતા સ્‍કુલની ફી લાખો રૂપિયામાં

મુંબઇ: શાહિદ અને મીરાએ જુલાઈ 2015માં લગ્ન કર્યા હતા. તેમની પુત્રી મીશા કપૂરનો જન્મ ઓગસ્ટ 2016માં થયો હતો. શાહિદ અને મીરાના પુત્રનો જન્મ 2018માં થયો હતો. મીરા અને શાહિદ બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમના બાળકોની ઝલક શેર કરે છે.

જો કે શાહિદ કપૂર પોતાની દીકરીને મીડિયાથી દૂર રાખવા માંગે છે, તેમ છતાં કેટલીક ઝલક સમયાંતરે સામે આવતી રહે છે.

મિશા કપૂર અત્યારે 7 વર્ષની છે. અભ્યાસની વાત કરીએ તો મીશા મુંબઈની એક મોટી સ્કૂલમાં અભ્યાસ કરે છે. મિશા કપૂર ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કરે છે.

આ શાળા મુંબઈની ટોચની શાળાઓમાં આવે છે. આ સ્કૂલ નીતા અંબાણીએ 2003માં શરૂ કરી હતી.

ધીરુભાઈ અંબાણી સ્કૂલ LKG થી 12 સુધીનું શિક્ષણ આપે છે. આમાં એડમિશન લેવું સરળ નથી. આ શાળામાં મોટાભાગની હસ્તીઓના બાળકો અભ્યાસ કરે છે.

ફીની વાત કરીએ તો, 8મીથી 10મી (ICSE)ની ફી આશરે રૂ. 1.85 લાખ છે. જ્યારે 8મીથી 10મી (IGCSE)ની ફી અંદાજે રૂ. 5.9 લાખ છે. અંબાણી સ્કૂલમાં ધોરણ 11 અને 12ની ફી લગભગ 9.65 લાખ રૂપિયા છે.

(5:59 pm IST)