Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

II ‘યા દેવી સર્વ ભૂતેષુ શકિત રૂપેણ સંસ્‍થિતા નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ II

અંબા અભયપદ દાયિની રે... શ્‍યામા સાંભળજો સાદ ભીડભંજની...

આજથી આસો નવરાત્રિનો મંગલારંભઃ ભાવીકોના હૈયે વ્રત, તપ, જપ, અનુષ્‍ઠાન, પૂજા, દર્શન કરવા ભકિતરસમાં તરબોળ થશે : શહેરી ચોક બનશે હવે ચાચર ચોક, દોહા, છંદ, સ્‍તુતી, ગરબા, ઢોલના ધબકારે જામશે રાસની રમઝટઃ સૌરાષ્ટ્ર સહીત ગુજરાતભરમાં રસ ગરબાની રમઝટ : કોરોનાના કપરા કાળ બાદ ખેલૈયાઓ મુકત મને રમશે ગરબાઃ આ વર્ષે શારદીય નવરાત્રીનો ૨૬ સપ્‍ટેમ્‍બરથી પ્રારંભ... ચોથી ઓક્‍ટોબરે નવમું નોરતું

સોને કી છડી, રૂપે કી મશાલ.... જરીયાનની સાડી, સિંહની સવારી.....

 

ધન્‍ય ઘડી આજની રળીયામણી... જય માતાજી... જગત જનની આદ્યશકિતની આરાધનાનું મહા મંગલકારી મહાપર્વ આસો નવરાત્રીનો મંગલારંભ થયો છે. સૌ ભાવિકોના હૈયા ભાવભીના તલસાટ સાથે આનંદના અબીલ ગુલાલથી ભકિત રસમાં તરબોળ થઈ રહ્યા છે.
વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા..
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ આપો...
મામ્‍પાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો...
સમી સાંજ થતા જ ચોકે ચોકે અને ઘરમાં, મંદિરોમાં આજથી સતત ૯ દિવસ આદ્યશકિતની ઉપાસના કરશે. ભાવિકો સતત નવ દિવસ વ્રત, તપ, જપ, અનુષ્‍ઠાન સહિતના મંગલ કાર્યો કરશે.
શહેરના ચોક જાણે ચાચર ચોક થયા હોય તેમ રોશનીના ઝગમગાટ, આરતી, દુહા, છંદ, સ્‍તુતિ, ગરબાના સથવારે, ઢોલ, મંજીરા સહિતના વાજીંત્રો સાથે કર્ણપ્રિય અલૌકિક માહોલ સર્જાશે. તો ગરબે ઘૂમતી બાળાઓના રાસ નિહાળવા ભાવિકો મોટી સંખ્‍યામાં ઉમટી પડશે. ભારતમાં ૪ નવરાત્રીનો મહિમા ખૂબ અપરંપાર ગવાયો છે. જેમાં મહા, ચૈત્ર, અષાઢ, આસો માસની નવરાત્રી છે. તેમાંય જગત જનની માં જગદંબાની આરાધના માટે આસો નવરાત્રીનું સવિશેષ મહત્‍વ છે.
આસો નવરાત્રી માત્ર ભારતમાં જ નહિં વિદેશોમાં પણ દેવી ઉપાસકો પરીવાર દ્વારા ભકિત, શ્રદ્ધાપૂર્વક ઘટસ્‍થાપન, માતાજીની પૂજા, આરાધના, સવાર સાંજ આરતી, મંગલ ગીતો, આરતી, ગરબા ખૂબ ગવાય છે. આસો માસની નવરાત્રીમાં તો સાંજ પડતા જ ભકિતનું દિવ્‍ય તેજ ખૂબ પ્રજવલિત થાય છે. સમગ્ર નવરાત્રી દિવ્‍ય વાતાવરણથી તેજોમય બની જાય છે. પヘમિી સંસ્‍કૃતિના વાયરા સામે પણ આજે ભારતીય સંસ્‍કૃતિની દિવ્‍ય જયોત પ્રજવલિત રહી છે. આસો નવરાત્રીમાં અર્વાચીન રાસોત્‍સવ સામે પ્રાચીન ગરબી મંડળો દ્વારા માતાજીની સાધના દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવે છે. પ્રાચીન ગરબી મંડળની બાળાઓ, તાલી રાસ, દાંડીયા રાસ, ખંજરી રાસ, મહિસાસુર રાસ, મંજીરા રાસ, ટીપ્‍પણી રાસ, ગાગર રાસ, ખંજરી રાસ, શ્રી કૃષ્‍ણ રાસ, માડી તારા અઘોર નગારા વાગે રાસ, બેડા રાસ, ત્રિશુલ રાસ સહિતના અનેક પ્રકારના કલાત્‍મક રાસની રમઝટ બોલે છે. ગરબે ઘૂમતી બાળાઓને દાતાઓ અને આયોજકો દ્વારા તેમની શકિત મુજબ પ્રસાદી અને કિંમતી ચીજ વસ્‍તુઓની લ્‍હાણીનું વિતરણ કરી ધન્‍યતા અનુભવે છે.
આજના યુવાનો પણ ધમાકેદાર સંગીતના સથવારે જોમ અને જુસ્‍સાથી આધુનિક અને પ્રાચીન ગરબા - ભજન - સંગ- ફિલ્‍મી ગીતો ઉપર જુમશે. નવરાત્રી દરમિયાન પરંપરાગત અને સ્‍ટાઈલીશ લુકમાં વષાોથી સજ્જ બની ખેલૈયાઓ હજારોની કિંમતના સીઝન પાસ લઈ નવરાત્રી મહોત્‍સવ - રાસોત્‍સવ માણવા થનગની રહ્યા છે. છેલ્લા બે વર્ષથી વૈશ્વિક કોરોનાની મહામારીમાં અનેક પ્રબંધો વચ્‍ચે નવરાત્રી ઉજવાઈ હતી પરંતુ આ વર્ષે ખેલૈયાઓ જોમ અને જુસ્‍સાથી રાસોત્‍સવમાં થનગનાટ કરવા ઉત્‍સુક છે. અર્વાચીન રાસોત્‍સવના આયોજકો ખેલૈયાઓને આકર્ષવા ચુનંદા કલાકારો, ગાયકો, લાખેણા ઈનામોની વિશાળ શ્રેણી રજૂ કરશે.
 માં અંબાની આરાધનાનું પાવન પર્વ અને માતૃશકિતનો ગુણગાન ગાવાનો લોકોત્‍સવ એટલે નવરાત્રી પ્રત્‍યેક વર્ષનાં  આસો માસના શુકલ પક્ષના પ્રતિપ્રદાથી નોમના દિન સુધી ઉજવાતું નવરાત્રી પર્વ દ્વારા મનુષ્‍ય પોતાનું જીવન કૃતાર્થ બનાવે છે.
છેલ્લા ૨ વર્ષથી કોરોનાના કપરા કાળને પગલે સ્‍થિતીની ગંભીરતાને ધ્‍યાનમાં લઇ સરકારે કેટલીક ગાઈડ લાઈનો જાહેર કરી હતી જેને પગલે  ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ મચાવી શકયા નહોતા પરંતુ આ વર્ષે માતાજી ની અસીમ કૃપાથી કોરોના નો ગોઝારો પડછાયો મનુષ્‍યથી દુર થઇ રહ્યો છે ત્‍યારે સરકારે ગરબાની છૂટ આપતા ખેલૈયાઓ માં બેવડો ઉત્‍સાહ જણાય રહ્યો છે. એક બાજુ ભાવિકો વ્રત-જપ-તપ દ્વારા માં શકિતની સાધનામાં લીન થશે,માંના ભાવિકો માટે તો આ એક અનેરો લ્‍હાવો છે આ નવદિવસમાં કોઈ ઉપવાસ કરે છે તો કોઈ એકટાણું  તો કોઈ નકોરડા કરીને માં શકિતની આરાધના કરે છે ત્‍યારે બીજી બાજુ ખેલૈયાઓ ગલીએ-ગલીએ શેરીએ.... શેરીએ... પાર્ટી પ્‍લોટોમાં તથા ખુલ્લા ચોકમાં ગરબાની રમઝટ માણશે.
નવરાત્રીના આ પાવન પર્વ સાથે મહીસાસુર નામના રાક્ષસની એક પૌરાણિક કથા સંકળાયેલી છે જે અત્રે જાણવી રસપ્રદ થઇ પડશે.
પૌરાણિક માન્‍યતા અનુસાર મહિષાસુર નામના એક રાક્ષસે ભગવાન બ્રહ્માને પ્રસન્‍ન કરી વરદાન મેળવ્‍યું કે ‘હું કોઈ મનુષ્‍યથી ના મરૂં' બસ પછી તો જોવું જ શુ હતું ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો, ઋષિ મુનીઓને તો ઠીક દેવો ને પણ કનડવાનું શરૂ કર્યું ત્‍યારે બધા ઋષીઓ ભેગા થઇ પ્રભુ પાસે પહોંચ્‍યા ત્‍યારે મહિષાસુરના આ ત્રાસને સાંભળી ભગવાન શ્રી બ્રહ્મા,શ્રી વિષ્‍ણુ અને શ્રી મહેશ એમ ત્રિદેવ એ મળીને માં શકિતનું પ્રાગટ્‍ય કર્યું અને મહિષાસુરના આ ત્રાસમાંથી મુકત કરાવવા માં ને વિનવણી કરી.
 ત્‍યારે માં શકિતએ સૌની આજીજી સાંભળી મહિષાસુર નામના રાક્ષસ સામે જંગ છેડ્‍યો અને નવ-નવ દિવસ ના ભીષણ યુધ્‍ધ બાદ મહિષાસુરનો સંહાર કર્યો આ માં શકિતએ જ માં જગદંબાઆને આથી જ નવરાત્રીના પાવન પર્વ માં ભાવિકોમાં જગદંબાની આરાધના કરે છે. નવરાત્રી ના પાવન પર્વમા માં જગદંબાની આરાધના અને ઉપાસના યુગો -યુગોથી સમગ્ર વિશ્વ અને બ્રહ્માંડની શાંતિ અને કલ્‍યાણ અર્થે થતી આવે છે. આદ્યશકિતની આરાધનાનો ઈતિહાસ ઉગમ થી વધુ જુનો છે. નવરાત્રી, શુભરાત્રી, પાવનરાત્રી, કલ્‍યાણ રાત્રી, મંગળ રાત્રી જેવા વિશેષણોથી શોભા મંડિત અને એનું મહાત્‍મ્‍ય જીવન ઉદ્ધારક છે.
આપણા ભારતવર્ષમાં નવરાત્રી વિવિધ નામોથી વિભૂષિત પાવન પર્વ છે નવરાત્રી મહોત્‍સવને પૃષ્ટિ માર્ગના સંપ્રદાયો ‘નવ વિલાસ' ના નામથી ઉજવે છે તો બંગાળ માં નવ રાત્રી ‘દુર્ગા પૂજા' મહોત્‍સવ તરીકે પ્રસિધ્‍ધ છે જયારે આપણા ગુજરાત માં તો નવરાત્રી જન જન માં પ્રચલિત છે. આ વર્ષે નવરાત્રી નો પ્રારંભ ૨૬મી  સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ને સોમવારથી થશે અને નવમું નોરતું ૪ ઓકટોબરને મંગળવારે આવશે ત્‍યારે ૫ મી ઓક્‍ટોબર બુધવારના દિને પવન પર્વ દશેરા ઉજવાશે. આજથી શરૂ થતી  નવરાત્રીનાં પાવન પર્વની લાખો ભાવિકો સહીત તમામ ખેલૈયાઓને નવરાત્રીની શુભકામનાઓ


નવરાત્રી મહાપર્વમાં ગાયત્રી અનુષ્‍ઠાનનું અનન્‍ય મહત્‍વ
ૐ ભુર્ભુવ સ્‍વઃ તત્‍સવિતુર વરેનિયમ ભર્ગો દેવસ્‍ય ધીમહી ધિયો યો નઃ પ્રચોદયાત II
રાજકોટ :  આજે આસો સુદ એકમમાં આદ્યશકિતની સાધનાનું મંગલકારી પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે માતાજીના ભકતોના હૈયે ભક્‍તિ ભીનો તલસાટ અને આનંદના અબીલ ગુલાલ ઉડી રહ્યા છે.  માં જગદંબાની ઉપાસના...સાધના કરવા ભાવિકો ભાવ વિભોર બન્‍યા છે ત્‍યારે કહેવું જરૂરી છે કે નવરાત્રીના આ પાવન પર્વ માં ગાયત્રી અનુષ્‍ઠાન અદકેરૂં સ્‍થાન ધરાવે છે. સૃષ્ટિની રચના કરનાર બ્રહ્માથી માંડીને આધુનિક સમય સુધી સર્વ ઋષિ-મુનિઓને,સાધુ-મહાત્‍માઓએ તેમજ શ્રેય માર્ગના પંથીઓએ જેટલા ગાયત્રી મંત્રની સાધના જપ,અનુષ્‍ઠાન વગેરે કર્યા છે, એટલા અન્‍ય કોઈ મંત્રના નથી કર્યા. ગાયત્રીના અનુષ્ઠાન -મહિમાનું વર્ણન વેદ-શાષા,પુરાણ વગેરે બધા જ ગ્રંથોમાં કરવામાં આવ્‍યું છે.
ગાયત્રી તત્‍વજ્ઞાનને હૃદયમાં ધારણ કરવાથી એવા સંસ્‍કારો ઉત્‍પન્‍ન થાય છે, જે મનુષ્‍યને એક વિશેષ પ્રકારનો બનાવી દે છે .
 પાપનો નાશ આત્‍મતેજની પ્રચંડતાથી થાય છે.આ તેજ વધારવાનો ઉપાય તપ અને પરિશ્રમ છે.  આપણાથી કઈ ભૂલ, પાપ થઇ ગયો હોઈ તો તે અશુભ ફળના નિવારણ માટે સાચું પ્રાયヘતિ તો એ છે કે ભગવતીની માફી માંગીએ પાપો અને ભૂલો ન કરવાનો દૃઢ નિヘય કરવો અને એની સાથે થોડી તપસ્‍ચર્યા કરી એ પ્રતિજ્ઞા બાદ પૂરો પાડવો.
 ગાયત્રી કોઈ સ્‍વતંત્ર દેવી દેવતા નથી એ તો પરબ્રહ્મ પરમાત્‍માનો ક્રિયા ભાગ છે. બ્રહ્મ નીર્વીહાર છે. અચિંત્‍ય છે, બુદ્ધિથી પરે છે.  ક્રિયાશીલ ચેતના શક્‍તિરૂપ હોવાથી ઉપસ્‍નીય છે . બ્રહ્મ અને ગાયત્રીમાં ફકત શબ્‍દોનું જ અંતર છે . બંને એક જ છે. ઓમકાર પરબ્રહ્મ સ્‍વરૂપ છે , ગાયત્રી અવિનાશી બ્રહ્મ છે. ગાયત્રી ત્રિદેવ -બ્રહ્મા- વિષ્‍ણુ -મહેશનું સ્‍વરૂપ છે . ૨૪ અક્ષરીય ગાયત્રી મંત્ર સદબુદ્ધીદાયક મંત્ર છે. સાત તત્‍વની વૃદ્ધિ કરવીએ એનું મુખ્‍ય કામ છે.
અગ્નિની ગરમીથી દુનિયાના બધા પદાર્થો બળી જાય છે. પોતાને તપસ્‍યાના પત્‍થર પર ઘસવાની આત્‍મશક્‍તિનો ઉદ્‌ભવ થાય છે. અનેક જાતની તપસ્‍યામાં ગાયત્રી તપસ્‍યાનું સ્‍થાન ઊંચું છે.
આમ તો ગાયત્રી નિત્‍ય ઉપાસના કરવા યોગ્‍ય છે. શાષાોના ત્રિકાળ સંધ્‍યા- પરતઃ મધ્‍યાન અને સાંજ - ત્રણવાર ઉપાસના કરવાનો નિત્‍યક્રમ શાષાોએ આવશ્‍યક કહ્યા છે. જેટલા વધારે પ્રમાણ માં ગાયત્રી જપ, પૂજન, અર્ચન, ચિંતન, મનન કરી શકાય તેટલું સારૂં છે જયારે કોઈક વિશેષ પ્રયોજનને માટે જયારે વિશેષ ક્રિયા કરવામાં આવે છે એ ક્રિયાને અનુષ્‍ઠાન કહે છે.
જયારે સાંસારિક પ્રયત્‍નો અસફળ થઇ રહ્યા હોય, આપત્તિ નિવારણનો માર્ગ સૂઝતો ન હોય, ભવિષ્‍ય નિરાશાજનક દેખાતું હોય , એવા સમયે ‘હરી કો હરિનામ' બાદ થઇ પડે છે ,જયારે દૈવી મદદ મળતા બધી સ્‍થિતિ બદલાય જાય છે . અનુષ્‍ઠાનનો વિસ્‍ફોટ હૃદયકાશમાં આવા જ પ્રકાશના રૂપમાં થાય છે.
અનુષ્‍ઠાનની અવધી, મર્યાદા, તપ માત્રા સવા લાખ છે. એટલા પ્રમાણમાં જયારે તે પાકી બને છે ત્‍યારે સ્‍વસ્‍થ પરિણામ ઉત્‍પન્‍ન થાય છે. પાકી થયેલી સાધના જ મધુર ફળ આપે છે.
ગાયત્રીની યોગ-સાધનાઓ, પૂજનસ્ત્રોત્રપાઠ, આદિની સાધનાઓથી પાપ ઘટે છે અને પુણ્‍ય વધે છે . ગાયત્રી ચાલીસા કરવાથી પણ ગાયત્રી ભકિત અને તપોબળ વધે છે.
   અનુષ્‍ઠાન કોઈપણ મહિનામાં કરી શકાય છે . તિથિઓમાં પંચમી, એકાદશી, પૂર્ણિમા, શુભ માનવામાં આવે છે. પંચમીએ દુર્ગા,એકાદશીએ સરસ્‍વતી અને પૂર્ણિમા એ લક્ષ્મીતત્‍વની પ્રધાનતા છે. શુક્‍લ પક્ષ કે કૃષ્‍ણ પક્ષનો વિરોધ નથી. શુકલ પક્ષ અધિક શુભ છે.
સવા લાખ મંત્ર જાપ ચાલીસ દિવસમાં પુરા કરવા દરરોજની ૨૯ માળા ચાલીસ દિવસ સુધી નિત્‍ય જપવી જોઈએ. અનુષ્‍ઠાનના અંતે હવન કરવો.
નવરાત્રીઓના નવ દિવસોમાં પણ નાના અનુષ્‍ઠાન ચોવીસ હજાર મંત્રોથી થઇ શકે છે. નવરાત્રી સિવાયના દિવસોમાં પણ નાના અનુષ્‍ઠાનો થઇ શકે છે.પુરૂષો ની જેમસ્ત્રીઓને પણ ગાયત્રી ચાલીસાનો પથ શાષાીઓને માટે ઘણો હિતકારક છે.

નવરાત્રીના પવિત્ર પર્વમાં ઘટ સ્‍થાપનનું અનેરૂં મહાત્‍મય : કેવી રીતે કરશો ઘટ સ્‍થાપન..?
રાજકોટ : માં શકિતના આરાધનાના પર્વ સમા  નવરાત્રીમાં ભાવિકો માટે ઘટ સ્‍થાપન અદકેરૂં મહાત્‍મીય ધરાવે છે ઘટ સ્‍થાપન એટલે કે કળશની યોગ્‍ય રીતે અને યોગ્‍ય સમયે સ્‍થાપના જરૂરી છે...શાષાો અનુસાર કળશને ભગવાન ગણેશની સંજ્ઞા આપી છે એટલે પ્રથમ એમની સ્‍થાપના કરી અનુષ્‍ઠાન કરાય છે આવો આપણે જોઈએ ઘટ સ્‍થાપન કેવી રીતે કરવું જોઈએ અને આ વર્ષે ઘટ સ્‍થાપન કયા સમયે કરવું જોઈએ...?
નવરાત્રીમાં ઘટ સ્‍થાપન માટે સૌ પ્રથમ જયાં ઘટ સ્‍થાપન કરવાનું હોય તે સ્‍થાનને શુધ્‍ધ જળથી સાફ કરીને ત્‍યાં ગંગાજળ છાંટો . પછી અષ્ટદલ બનાવો. તેની ઉપર બાજોઠ મુકો અને લાલ વષા પાથરી તેના ઉપર ક્રમશઃ ગણેશજી, માતૃકા, લોકપાલ, નવગ્રહ અને વરુણ દેવને સ્‍થાન આપો . હવે થોડા ચોખા મુકીને શ્રી ગણેશજીનું સ્‍મરણ કરતાઆસન ગ્રહણ કરવા આગ્રહ કરો. ત્‍યારબાદ માતૃકા, લોકપાલ,નવગ્રહ અને વરૂણ દેવની સ્‍થાપના કરો અને સ્‍નાન ગ્રહણ કરવા આગ્રહ કરો. તેમને સ્‍નાન કરાવીને વષા અર્પણ કરો.
હવે હાથ જોડીને દેવોનું આવાહન કરો. દેવોને સ્‍થાન આપવા માટે અને કળશ મુકવા માટે જવ અને માટી પાથરો. કળશમાં ગંગાજળ ભરીને ઓમ વરૂનાય નમઃ મંત્રનું ઉચ્‍ચારણ કરો . મૂર્તિ ના હોઈ તો તસ્‍વીર પણ રાખી શકો. કળશના આગળના ભાગે સ્‍વસ્‍તિક બનાવો તથા બંને બાજુ ત્રિશુળ બનાવો.  નિત્‍યક્રમ પતાવીને પૂજન સામગ્રી લઈને આસન પર પૂર્વ અથવા ઉત્તરની તરફ મુખ કરીને બેસો તથા આચમન, પ્રયાયમ, આસન શુદ્ધિ કરીને શાંતિ મંત્રોનો પાઠ કરીને નવરાત્રીની પૂજન-સાધનાનો સંકલ્‍પ કરો. રક્ષા કે અખંડ દીવો પ્રગટાવો. સૌ પ્રથમ ક્રમશઃ ગણેશ-અંબિકા, કળશ, માતૃકા, નવગ્રહ તથા લોકપાલોનું પૂજન કરો.
સ્‍વસ્‍તી-વાચન કરો. ત્‍યારબાદ મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્‍વતી, સ્‍વરૂપ ચરણ કરનાર ભગવતી દુર્ગાનું નિષ્‍ઠાપૂર્વક આવાહન કરો. આસન, પદ્ય, અર્ધ્‍ય, આચમન, સ્‍નાન, વષા, ગંધ, અક્ષત, પુષ્‍પ, સૌભાગ્‍ય દ્રવ્‍ય, ધૂપ-દીવ, નૈવેદ્ય,ઋતુ ફળ, મુખવાસ,  પુષ્‍પાંજલિ, પ્રદક્ષિણા, નમસ્‍કાર, પ્રાર્થના, ક્ષમાપના વગેરેષોડશ ઉપચારોથી વિધિપૂર્વક શ્રધ્‍ધાભાવે એકાગ્ર ચિત્ત થઈને પૂજન કરો. અષ્ટાંગ દ્રવ્‍ય આપવા પણ જરૂરી છે . પુષ્‍પોમાં કમળ, કનેર, ચંપો, માલતી, ગુલાબ તથા ફળોમાં નારિયેળ, દાડમ, નારંગી વગેરે ફળ દેવીને પ્રિય છે . લાલ રંગ દેવીને પ્રિય હોવાથી લાલ પુષ્‍પ તથા લાલ ફળ અર્પણ કરી શકાય. નવરાત્રીના નવ દિવસ ઉપવાસ કરવા અને વિધિ-વિધાન પૂર્વક માતાની પૂજા- અર્ચના કરવી અને નવરાત્રીના છેલ્લા દિવસે ઘટનું ઉથાપન કરવું.

ગુજરાતની આગવી ઓળખ ગરબો...
મા આદ્યશકિતની ઉપાસનાનું પાવન પર્વ એટલે નવરાત્રી... ભારત વર્ષમાં સમગ્ર વર્ષ દરમ્‍યાન ઉજવાતા તહેવારોમાં નવરાત્રી અનેરૂ સ્‍થાન ધરાવે છે. મંગલકારી પર્વ એટલે નવરાત્રિ... ભકિત અને શકિતના સમન્‍વયનું પર્વ એટલે નવરાત્રી... ધર્મો ઉલ્લાસના નવરંગોથી મઢેલું પાવન પર્વ એટલે નવરાત્રી... અબાલ... વૃધ્‍ધ સૌ કોઇ ઉજવવા આતુર હોય એવું પર્વ એટલે નવરાત્રી... નવ-નવ દિવસ સુધી મા ની આરાધનાનું ચાલતુ પર્વ એટલે જ નવરાત્રી... ગરબોએ ગુજરાતના અતિપ્રાચિન લોકપ્રિય નૃત્‍યનો એક પ્રકાર છે. ગરબો શકિત પુજા સાથે સવિશેષ સંકળાયેલો છે.
ગરબા શબ્‍દની ઉત્‍પતિ ગર્ભદીપ માંથી થઇ હોવાનું મનાય છે. આપણા ગુજરાતની બહેનો ગરબામાં માતાજીની જયોત મુકીને ઘુમે છે. ત્‍યારે જાણે ધરતી ઉપર ચાંદરડાવાળું આકાશ આવી ગયુ હોય તેમ લાગે છે... ખરેખર, ગરબોએ આપણી સંસ્‍કૃતિની મહામુલી મુડી છે. અને ગુજરાતી પ્રજાની સંસ્‍કૃતિનું સૌભાગ્‍ય છે.

નવરાત્રીમાં ટ્રેડિશનલ કેડિયા સાથે અણિયારી પાઘડીનો ટ્રેન્‍ડ
ખેલૈયા અણીયાળી પાઘડી, ભરત ભરેલી પાઘડી, મોર અને હાથી જેવા ડિઝાઇન વાળી પાઘડીઓ પહેરીને ગરબાના તાલે ઝૂમશે
રાજકોટ : ગુજરાતમાં નવરાત્રીને લઈને ભારે ઉત્‍સાહ હોય છે નવરાત્રીમાં માત્ર ગરબાનું જ નહીં વષાોનું પણ ખૂબ જ મહત્‍વ હોય છે. આ વખતે ટ્રેડિશનલ કેડિયામાં ઘણી બધી ડિઝાઇન જોવા મળે છે. પુરુષો કેડિયાની સાથે સાથે અણીયાળી પાઘડી, ભરત ભરેલી પાઘડી, મોર અને હાથી જેવા ડિઝાઇન વાળી પાઘડીઓ પહેરીને ગરબાના તાલે ઝૂમશે. મિરર વર્કની પાઘડી પણ ગરબા રસિકો વધુ પસંદ કરે છે.  કેડિયા મોટાભાગે મરૂન , ગ્રીન, સફેદ , ઓરેન્‍જ, વાદળી અને પીળા  રંગના વધુ પસંદ કરવામાં આવે છે. આ સિવાય બજારમાં અત્‍યારે નાના બાળકોથી માંડીને ૪૫ વર્ષના લોકો પહેરી શકે તેવા આકર્ષક ભરતગુંથણથી ભરેલા કેડિયા મળે છે. જેની કિંમત ૪૫૦ રૂપિયાથી ચાલુ થાય છે અને ચાર હજાર સુધીના કેડિયા મળે છે.  આ સિવાય ભરત ભરેલી કોટી પણ ગરબા રસિકો વધુ પસંદ કરતા હોય છે.
નવરાત્રીનો તહેવાર નજીક આવતા બાઝારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે ટ્રેન્‍ડિંગ માં આ વખતે પરંપરાગત કેડિયાની ખરીદી વધુ થઈ રહી છે ,આ વખતે હાથી ઘોડાની ડિઝાઇન અને દાંડિયા રાસ રમતા ખેલેયો વાળી ડિઝાઇનની સાથે અવનવી પાઘડી પણ ટ્રેન્‍ડમાં ચાલી રહી છે.


ટોપટેન પ્રાચીન ગરબી મંડળો
નવરાત્રી મહોત્‍સવ મંડળ    ૧૫ જંકશન પ્‍લોટ
ગરૂડની ગરબી    રામનાથપરા ચોક
અંધ મહિલા ગૃહ ગરબી મંડળ    ઢેબર રોડ
શ્રી અંબીકા પાર્ક ગરબી મંડળ    અંબીકા પાર્ક, રૈયા રોડ
શ્રી નવદુર્ગા ગરબી મંડળ    કોટેચા ચોક, કાલાવડ રોડ
શ્રી ધારેશ્વર ગરબી મંડળ    ભકિતનગર સર્કલ
શ્રી ચિત્રકુટ ગરબી મંડળ    કિશાનપરા ચોક
શ્રી પવનપુત્ર ગરબી મંડળ    સોરઠીયાવાડી ચોક
શ્રી મોમાઈ ગરબી મંડળ    હનુમાન મઢી ચોક
ધોળકીયા સ્‍કુલ ગરબી મંડળ    યુનિવર્સિટી રોડ

ટોપટેન અર્વાચીન રાસોત્સવ
    
નીલ સીટી કલબ    રેડિયશ પાર્ટી લોન, નવો
    ન્‍યુ ૧૫૦ રીંગ રોડ
સહિયર ગ્રુપ    રેસકોર્ષ મેદાન
કલબ યુવી    ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાધિકા ફાર્મ હાઉસ,  સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ
સુરભી ગ્રુપ    રેસકોર્ષ મેદાન
સરગમ ગોપી રાસ    ધર્મેન્‍દ્ર કોલેજ
શ્રી ખોડલધામ રાસોત્‍સવ    ઈસ્‍ટ ઝોન - વેસ્‍ટ ઝોન
    (૩) સાઉથ ઝોન
    (૪) નોર્થ ઝોન
જૈન વિઝન    ૧૫૦ ફુટ રીંગ રોડ
આજકાલ રાસોત્‍સવ    વિરાણી હાઇસ્‍કૂલ
જૈનમ નવરાત્રી મહોત્‍સવ    ૧૫૦ ફૂટ રીંગ રોડ
અકિલા રઘુવંશી બીટ્‍સ    સાધુ વાસવાણી રોડ
રઘુવંશી નવરાત્રી મહોત્‍સવ    નાના મવા સર્કલ
બ્રહ્મસંગમ    માધાપર ચોકડી પાસે, સ્‍વામીનારાયણ, મંદિરની  સામે, જામનગર રોડ
    


 


:

 

સુર-તાલને સંગ જામશે નવરાત્રીની રમઝટ સંગીતના સથવારે થીરકશે યૌવન : તાલી-દોઢિયું-રીવર્સ સ્‍ટેપની આજે પણ બોલબાલા
સદાબહાર બાંધણી સાથે ટ્રેડીશનલ જવેલેરીની ભારે માંગ : ‘રૂમ ઝૂમતા ગરબાને પાયલનો ઝંકાર આવ સખી આવ આજે ગરબે ઘુમવા આવ' : નવરાત્રીની ઉજવણીનો ખેલૈયાઓમાં અદમ્‍ય ઉત્‍સાહ
રાજકોટ : માંની આરાધનાનું પાવન પર્વ  નવરાત્રીનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે માં ની આરાધના કરવા ભાવિકો લીન થશે તો ખેલૈયાઓ આ નવરાત્રીમાં રાસ ગરબાની રંગત જમાવવા આતુર બન્‍યા છે. કોરોનાના કડક નિયમોને પગલે ગયા વર્ષની નવરાત્રી ફિકકી રહી હતી જેની કસર   ખેલૈયાઓ આ વર્ષે પૂરી કરવાના મુડમાં જણાય છે. ભારે ઉત્‍સાહ સાથે રસ રસિયાઓ સજ્જ બન્‍યા છે.
ખેલૈયાઓ છેલ્લા કેટલાય મહિનાઓથી રાસ ગરબાની પ્રેકટીસ કરી રહ્યા છે ઠેર ઠેર કલાસીસો ચાલી રહ્યા છે જેમાં નિત નવા સ્‍ટેપ ઉપરાંત તાલી,દોઢિયું તથા રીવર્સ સ્‍ટેપની આજે પણ એટલીજ બોલબાલા જણાય છે. ગરબાના સ્‍ટેપની આટલી તૈયારી કરી હોય તો લુક કે વષા  પરિધાનમાં કેમ પાછળ રહી જાય ખેલૈયાઓની ભારે ભીડ બ્‍યુટી પાર્લરમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહી છે.
નવરાત્રીના ખાસ પરિધાનમાં યુવતીઓ માટે ચણીયા ચોળી આજે પણ ફેવરીટ મનાય છે વિવિધ કાપડ વિવિધ કલર અને વિવિધ ભરત કામને પગલે મન મોહિ લે તેવી ચણીયા ચોળી તૈયાર થાય છે. ચણીયા ચોળી ઉપરાંત યુવતીઓમાં વિવિધ પ્રકારના બ્‍લાઉઝનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.મોંઘાદાટ ડ્રેસ કોડ સાથે જવેલેરી વગર થોડું ચાલે ઈમિટેશન જવેલરી પાછળ તો યુવતીઓ ઘેલી બને છે. યુવાનોમાં પણ ગામઠી વેશભુષા અનોખુ આકર્ષણ જગાવે છે.
 યુવા પેઢી સંગીત ઓરકેસ્‍ટ્રા ના સથવારે ઝૂમવા આતુર તો બની છે પરંતુ જો વરસાદ વિલનના બને તો..... તો થઇ જાઓ તૈયાર ગરબે ઝૂમવા......
‘ગરબે ઘુમવા માં છે આજ સહુ કોઈ મગન

: સંકલન ::
ઉદય વેગડા
જીતેન્‍દ્ર રૂપારેલીયા
વાપી

(5:02 pm IST)