Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ભારે કરી ! ડેથ સર્ટિફિકેટ ખોવાઈ ગયું છે, કોઈને મળે તો આપી દેજોઃ જીવતા માણસે અખબારમાં છપાવી જાહેરાત

આસામના એક શખ્‍સે અખબારમાં જે જાહેરાત આપી છે, તે હાલમાં સોશ્‍યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, આ જાહેરાત જોયા બાદ લોકો ખૂબ મજા લઈ રહ્યા છે

ગુવાહાટી,તા. ૨૬ : દુનિયામાં એકથી એક ચડિયાતા નમૂના આપના મળી જશે. જો આપ આવી કોઈ અજુગતી વસ્‍તુ શોધવા બેસશો તો આપને એક નહીં પણ હજારો મળી જશે. આમ તો લગ્નના કાર્ડને લઈને લોકોની ક્રિએટિવિટી સોશિયલ મીડિયા પર આપે ખૂબ જોઈ હશે. પણ શું અખબરમાં છપાતી જાહેરાત એવી પણ હોય છે, જે ઈન્‍ટરનેટ પર વાયરલ થઈ જાય. હાલમાં એક આવી જ જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને જોઈને આપનું મગજ ફરવા લાગશે.

આમ જોવા જઈએ તો, સોશિયલ મીડિયામાં ક્‍યારે શું વાયરલ થઈ જાય, કંઈ કહી શકાય નહીં. ઘણી વાર તો એવું જોવા મળે છે જેની આપે કલ્‍પના પણ ન કરી હોય. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી જાહેરાત જોઈને આપ વિશ્વાસ કરી શકશો નહીં. અખબારમાં  ડેથ સર્ટિફિકેટ ખોવાઈ જવા વિશે એક એડ છપાઈ છે. મજાની વાત તો એ છે કે, જેનું ડેથ સર્ટિફિકેટ ખોવાઈ ગયું છે, તે માણસ જીવતો છે અને તેણે પોતે જ આ એડ છપાવી છે.

વાયરલ થઈ રહેલ જાહેરાતમાં એક ડેથ સર્ટિફિકેટ ખોવાઈ જવા વિશે છે. મજાની વાત એ છે કે, આ છપાવનારા વ્‍યક્‍તિ પણ તે જ છે. જેનું સર્ટિફિકેટ ખોવાઈ ગયું છે. ટેકનિકલ રીતે જોવા જઈએ તો, આ વ્‍યક્‍તિને હાલમાં સ્‍વર્ગ કે નરકમાં હોવું જોઈએ, પણ ખુદ તેણે આ જાહેરાત છપાવી છે. એટલે કે એક જીવતા વ્‍યક્‍તિએ ખુદ પોતાનું ડેથ સર્ટિફિકેટ ખોવાઈ જવાની જાહેરાત અખબારમાં છપાવી છે. આ જાહેરાતમાં તેણે સર્ટિફિકેટ ખોવાની તારીખ, જગ્‍યા, સમય અને રજિસ્‍ટ્રેશન નંબર બધું જ લખ્‍યું છે. આ જાહેરાત આસામના એક શખ્‍સે છપાવી છે. મોટી વાત તો એ છે કે અખબારે તેને છાપી પણ દીધી છે

આ જાહેરાતને આઈપીએસ અધિકારી રુપિન શર્માએ પોતાના ટ્‍વિટર અકાઉન્‍ટ પર શેર કરી છે. તેમણે તેની સાથે કેપ્‍શનમાં લખ્‍યું છે, આવું ફક્‍ત ભારતમાં જ થઈ શકે. જીવતો શખ્‍સ ડેથ સર્ટિફિકેટ ખોવાઈ જવાની જાહેરાત આપવાનો કિસ્‍સો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જાહેરાતમાં અસંખ્‍ય લોકો પસંદ કરી રહ્યા છે. ઘણા લોકો તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્‍યુ છે કે, છપાવનારો તો મહાન છે જ , પણ છાપનારો પણ મહાન છે. બીજાએ લખ્‍યું કે, જો મળી જાય તો સર્ટિફિકેટ ક્‍યાં પહોંચાડવાનું છે સ્‍વર્ગ કે નર્કમાં.

(10:51 am IST)