Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

શું ડ્રગ્સ કેસના ચેટીંગનું રહસ્ય ખુલશે ?

દીપિકા પાદુકોણે સ્વીકારી ડ્રગ ચેટીંગની વાત : સારા તથા શ્રધ્ધાની પણ પૂછપરછ

દીપિકાએ કહ્યું... હું ખાસ પ્રકારની સિગારેટ પીવું છું પણ તે ડ્રગ્સ નથી : ડ્રગ્સ લીધાનો ઇન્કાર : જો કે ગોળ ગોળ જવાબ આપે છે દીપિકા

મુંબઇ તા. ૨૬ : બોલિવુડ ડ્રગ કેસમાં આજે ખૂબ જ મહત્વનો દિવસ છે. એકટ્રેસ દિપીકા પાદુકોણે એનસીબીએ સવારે ૧૦ વાગ્યે બોલાવ્યો હતો. તે એનસીબી ગેસ્ટ હાઉસ પહોંચી ચુકી છે. તેણે કેપીએસ મલ્હોત્રાની લિડરશીપમાં સવાલ-જવાબ કરવામાં આવી રહ્યા છે ત્યાં શ્રધ્ધા કપૂરને એક્ષ્સચેન્જ બિલ્ડીંગવાળી ઓફિસમાં સવાલ કરવામાં આવી રહ્યા છે. સારાના પણ એનસીબી ઓફિસ પહોંચી ચુકી છે.

દીપિકાએ સ્વીકાર કર્યું છે કે, કરિશ્મા સાથે તેનો ચેટ થયો હતો તે ૨૮ ઓકટોબરે ૨૦૧૭ની ચેટ દેખાડવામાં આવી જે કરિશ્મા અને તેના વચ્ચે થઇ છે પરંતુ દીપિકાએ એ પણ કહ્યું કે, અમારા સર્કલમાં અમે લોકો ડુબ લઇએ છીએ. તે એક પ્રકારની સિગારેટ છે, જેમાં અનેક વસ્તુઓ ભરેલી હોય છે. દીપિકા એ જણાવ્યું કે, 'ડુબ' જેવા શબ્દ કોડવર્ડ તરીકે ઉપયોગ કરે છે. તેઓએ સ્પષ્ટ કહ્યું નહી કે તેમાં ડ્રગ્સ પણ હોય છે. હવે સવાલ એ પણ છે કે ડ્રગ ચેટમાં હૈશીશનો ઉલ્લેખ હતો. જ્યારે દીપિકા તેને કોડ ગણાવી રહી છે. જો કે એનસીબી હવે આ અંગેની તપાસ કરી રહી છે. દીપિકા ડ્રગ્સ સાથે જોડાયેલા સીધા સવાલનો જવાબ આપી રહી નથી. તેઓએ અનેક સવાલ પર મૌન સાધ્યું છે.

દીપિકા - કરિશ્માની એનસીબી ગેસ્ટહાઉસમાં પૂછપરછ ચાલી રહી છે. શ્રધ્ધા સાથે એનસીબી ઓફિસમાં સવાલ કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે સારા અલી ખાન પણ પહોંચી ચૂકી છે.

દીપિકા પાદુકોણની એનસીબીની ૫ સભ્યોની ટીમ સવાલ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દીપિકાના કેટલાક સવાલોથી એનસીબી સંતુષ્ટ નથી. કરિશ્માએ પૂછપરછમાં ડ્રગ્સ લેવાની વાતથી ઇન્કાર કર્યો હતો. કહ્યું હતું કે, તેઓ ફકત સીગારેટ પીવે છે. આજે જ્યારે દીપિકા - કરિશ્માને આમને-સામને બેસાડીને ડ્રગ્સ ચેટ અંગે સવાલ પૂછવામાં આવ્યા તો બંનેએ કહ્યું કે, ડ્રગ્સ લેતા નથી. એનસીબીએ પૂછયું કે, પછી ચેટમાં તે વીડ/હેશ શું કામ મંગાવી રહી છે. તેના પર બંનેએ ગોળ-ગોળ જવાબ આપ્યો છે.

(3:38 pm IST)