Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

વિદ્યાર્થીઓ, સંશોધકો અને પત્રકારોના ફિકસ્ડ ટાઇમ વિઝાની યુએસની યોજના

વોશિંગ્ટન, તા. ૨૬ : અમેરિકામાં વિદેશી પત્રકારો, સંશોધકો અને વિદ્યાથીઓ માટે ફિકસ્ડ ટાઇમ વિઝા અંગે ટ્રમ્પ વહીવટી તંત્ર વિચાર કરી રહ્યું છે.તંત્રે નોંધ્યું હતું કે ઉદાર વિઝા સીસ્ટમના દુરૂપયોગના કારણે દેશની સુરક્ષા પર જોખમ ઊભા થઇ શકે છે.

ફેડરલ રજીસ્ટ્રેશનમાં જાહેર થનાર આ દરખાસ્ત જો કે કોઇ ખાસ દેશ માટે નથી, પરંતુ ચીન દ્વારા હાલની સીસ્ટમની ખામીઓનો દુરૂપયોગ કરાતા આ નિર્ણલેવાયો હોવાનું મનાય છે.

એકંદરે વિદેશી પત્રકારો, સંશોધકો અને વિદ્યાથીઓ એમ ત્રણે કેટેગરીમાં ચીનને જ સૌથી વધુ ફાયદો થયો હતો. સુચિત નિયમ 'એફ'(વિદ્યાર્થી વિઝા) આૃથવા 'જે'(સંશોધન વિઝા) હેઠળ અરજદારોને તેમના અભ્યાસ આૃથવા સંશોધનનો પ્રોગ્રામ પુરો થાય ત્યાં સુધી એટલે કે ચાર વર્ષની મુદ્દત માટે જ અમેરિકામાં પ્રવેશ અપાશે.

વિદ્યાર્થીઓ અને આદાન પ્રદાન મુલાકાતીઓ માટે દસ ટકા કરતાં વધુ ઓવર સ્ટે ધરાવતા દેશના વિદ્યાર્થીઓને માત્ર બે વર્ષ સુધી જ અમેરિકામાં રહેવાનો વિઝા અપાશે.

ખામીયુકત પધ્ધતિને સુધારવા સબંધીત નિયમોમાં સુધારા કરવા જરૂરી છે કે જેથી અમારી શિક્ષણ પધ્ધતિ અને શૈક્ષણિક વાતાવરણનો વિદેશી હરિફો દુરૂપયોગ ના કરે તેમજ યોગ્ય રીતે યુએસ ઇમિગ્રેશન નિયમોનું પાલન કરી શકાય, એમ ડયુટીઝ ઓફ ડેપ્યુટી સેક્રેટરી કેન કકસિનેલ્લીએ કહ્યું હતું.

જો કોઇ વિદેશી વ્યકિત આતંકવાદને પ્રોત્સાહિત કરતા દેશોની યાદીનો નાગરિક હોય અથવા તો ત્યાં જન્મ્યો હશે તો તેને અમેરિકામાં રહેવાની બે વર્ષની મહત્ત્।મ મુદ્દત ઘટાડી દેવામાં આવી શકે છે.

(1:05 pm IST)