Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

મહારાષ્ટ્ર રાજકીય સંકટ : એકનાથ શિંદે જૂથે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા : વિધાનસભામાં શિવસેના પક્ષના નેતા તરીકે અજય ચૌધરીની નિમણૂક તથા ડેપ્યુટી સ્પીકર દ્વારા 16 બળવાખોર ધારાસભ્યોને આપવામાં આવેલી ગેરલાયકાતની નોટિસને પડકાર : આવતીકાલે અર્જન્ટ મેટર તરીકે પિટિશન દાખલ કરવામાં આવે તેવી શક્યતા

ન્યુદિલ્હી : એકનાથ શિંદે જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી બે અલગ-અલગ અરજીઓ સાથે મહારાષ્ટ્રનું રાજકીય સંકટ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે, જેમાં એક શિવસેના વિધાનમંડળ પક્ષના નેતા તરીકે અજય ચૌધરીની નિમણૂકને પડકારતી અને બીજી મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર દ્વારા 16 બળવાખોર સભ્યોને આપવામાં આવેલી ગેરલાયકાતની નોટિસને પડકારતી અરજી કરવામાં આવી છે.

જસ્ટિસ સૂર્યકાંત અને જે.બી. પારડીવાલાની બેન્ચ સમક્ષ સુનાવણી માટે તેમની આ બાબતને સૂચિબદ્ધ કરવામાં આવી છે.

જ્યારે એક અરજી શિંદે દ્વારા દાખલ કરવામાં આવી છે, જ્યારે બીજી અરજી ધારાસભ્ય ભરત ગોગાવાલે દ્વારા દાખલ કરવામાં આવી છે

આવતીકાલે અર્જન્ટ મેટર તરીકે પિટિશન દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે

(8:21 pm IST)