Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાતના 90માં એપિસોડમાં જન આંદોલનની ચર્ચા : દેશમાં 1975ના જૂન મહિનામાં ઇમરજન્સી કર્યો ઉલ્લેખ

ઇમરજન્‍સી દરમિયાન ભારતના લોકતંત્રને કચળી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો: દેશની કોર્ટ, દરેક બંધારણીય સંસ્થા, પ્રેસ બધા પર નિયંત્રણ લગાવી દેવામાં આવ્યું હતું. સેન્શરશિપની સ્થિતિ એવી હતી કે મંજૂરી વગર કંઈ છાપી શકાય નહીં.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મનકી બાતના 90માં એપિસોડને સંબોધિત કરી રહ્યાં છે. પીએમ મોદીએ આજે કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ, મને મનની વાત માટે ઘણા સંદેશ મળ્યા છે, જે માટે હું તમારા બધાનો આભારી છું. પીએમ મોદીએ કહ્યુ કે, આજે હું તે જન આંદોલનની ચર્ચા કરવા ઈચ્છુ છું જેનું દેશના દરેક નાગરિકના જીવનમાં ખુબ મહત્વ છે. પીએમ મોદીએ તેના પર ચર્ચા કરતા પહેલા કહ્યું કે હું આજે 24-25 વર્ષના યુવાનોને સવાલ કરવા ઈચ્છુ છું કે શું તમને ખ્યાલ છે કે તમારા માતા-પિતા તમારી ઉંમરના હતા તો તેના જીવનના ક્યા અધિકાર છીનવી લેવામાં આવ્યા હતા? 

પીએમ મોદીએ આગળ કહ્યુ કે, આપણા દેશમાં 1975ના જૂન મહિનામાં ઇમરજન્સી લગાવવામાં આવી હતી. કટોકટી લાગૂ કરવામાં આવી હતી. તેમાં દેશના નાગરિકોના બધા અધિકાર છીનવી લેવામાં આવ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ કે આ દરમિયાન ભારતના લોકતંત્રને કચળી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેશની કોર્ટ, દરેક બંધારણીય સંસ્થા, પ્રેસ બધા પર નિયંત્રણ લગાવી દેવામાં આવ્યું હતું. સેન્શરશિપની સ્થિતિ એવી હતી કે મંજૂરી વગર કંઈ છાપી શકાય નહીં. 

પીએમ મોદીએ કહ્યુ કે આ દરમિયાન એક અધિકાર બંધારણના Article 21 હેઠળ ભારતીયોને મળેલ Right to Life and Personal Liberty' પણ હતો. પીએમે કહ્યુ કે લોકોએ લોકતાંત્રિક રીતે ઇમરજન્સીને હટાવી ફરી લોકતંત્રની સ્થાપના કરી હતી. તાનાશાહીની માનસિકતાને, તાનાશાહી પ્રવૃત્તિને લોકતાંત્રિક રીતે પરાજીત કરવાનું આવુ ઉદાહરણ દુનિયામાં મળવું મુશ્કેલ છે. 

પીએમ મોદીએ આગળ કહ્યું કે આજે આપણું ભારત ઘણા ક્ષેત્રમાં સફળતા મેળવી રહ્યું છે, તો આકાશ કે અંતરિક્ષ કેમ બાકી રહી શકે. છેલ્લા કેટલાક સમયમાં આપણા દેશમાં સ્પેસ સેક્ટર સાથે જોડાયેલા ઘણા કામ થયા છે. દેશની આ સિદ્ધિમાંથી એક છે In-Space નામની એજન્સીનું નિર્માણ.

તેમણે આગળ કહ્યું કે થોડા દિવસ પહેલાં હું In-Space ના હેડક્વાર્ટરના લોકાર્પણ માટે ગયો હતો, તો મેં ઘણઆ યુવા Start-Ups ના આઇડિયા અને ઉત્સાહને જોયો. આજથી થોડા વર્ષ પહેલાં આપણા દેશમાં સ્પેસ સેક્ટરમાં સ્ટાર્ટ-અપ વિશે કોઈ વિચારી શક્તું નહોતું. આજે તેની સંખ્યા 100થી પણ વધુ છે. 

તેમણે કહ્યું, આજે હું ભારતની સર્વાધિક પ્રતિભાશાળીલ ક્રિકેટરોમાં એક મિતાલી રાજની પણ ચર્ચા કરવા ઈચ્છીશ. તેણે આ મહિને ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી છે, જેણે ઘણા ક્રિકેટ પ્રેમીઓને ભાવુક કરી દીધા છે. મિતાલી એક અસાધારણ ખેલાડી નથી રહી, પરંતુ તે અનેક ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહી છે. હું મિતાલીને તેના ભવિષ્ય માટે અઢળક શુભેચ્છા આપુ છું. 

સ્વચ્છતા પર વાત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, આપણે સતત મન કી બાતમાં waste to wealth સાથે જોડાયેલા સફળ પ્રયાસોની ચર્ચા કરીએ છીએ. આવું એક ઉદાહરણ આજે મિઝોરમની રાજધાની આઇઝવાલથી મળ્યું છે. નદીને બચાવવા માટે કામ કરી રહેલી સંસ્થાએ આ પોલિથિનથી રસ્તો બનાવવાનો નિર્ણય કર્યો છે. 

(12:11 pm IST)