Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

અકસ્માત વળતર : મુંબઇની લોકલ ટ્રેનમાં સીઝન ટિકિટ લઇ મુસાફરી કરતા પેસેન્જરને ફરજીયાતપણે આધાર કાર્ડ રજૂ કરવાનું કહી શકાય નહીં : ટ્રેનમાં મુસાફરી દરમિયાન થયેલ ઇજા બદલ વળતર મેળવવા માટે તે આપોઆપ હક્કદાર છે : આઈ.ડી.પ્રુફના અભાવે ટ્રિબ્યુનલે વળતર નકારી કાઢતા બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો

મુંબઈ : અકસ્માત વળતર મામલે મુંબઈ હાઈકોર્ટે કહ્યું હતું કે મુંબઇની લોકલ ટ્રેનમાં સીઝન ટિકિટ લઇ મુસાફરી કરતા પેસેન્જરને ફરજીયાતપણે આધાર કાર્ડ રજૂ કરવાનું કહી શકાય નહીં . ટ્રેનમાં મુસાફરી દરમિયાન થયેલ ઇજા બદલ વળતર મેળવવા માટે  તે આપોઆપ હક્કદાર  છે . આઈ.ડી.પ્રુફના અભાવે ટ્રિબ્યુનલે વળતર નકારી કાઢતા બોમ્બે હાઇકોર્ટે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે પેસેન્જર જે સીઝન ટિકિટનો ઉપયોગ કરી રહ્યો હોય તે બીજાના નામે હોય તો વળતર માટે હક્કદાર નથી.

ટ્રેનમાં મુસાફરી દરમિયાન ભારે ધસારોને કારણે આકસ્મિક રીતે પડી જવાથી ઈજાગ્રસ્ત થયેલા પેસેન્જર હરિશ દામોદરની ટ્રીબ્યુનલ વિરુદ્ધ કરવામાં આવેલી અપીલના અનુસંધાને નામદાર કોર્ટે ઉપરોક્ત તારણ કાઢ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:09 pm IST)