Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

સજા યાસિન મલિકને, તકલીફ શાહબાઝ શરીફને

ભારતીય લોકશાહીનો કાળો દિવસઃ પાક.વડાપ્રધાન શાહબાઝ શરીફ

નવીદિલ્‍હીઃ દિલ્‍હીની સ્‍પેશ્‍યલ એનઆઈએ કોર્ટે ટેરર ફંડીંગ કેસમાં આતંકવાદી યાસીન મલિકને ઉમરકેદની સજા ફટકારી છે. સજાની જાહેરાત થતા જ પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. પાકિસ્‍તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતીય લોકશાહી અને ન્‍યાયતંત્ર માટે આજનો દિવસ કાળો દિવસ છે. ભારત યાસીન મલિકને શારીરિક રૂપે કેદ કરી શકે છે પણ તે કયારેય યાસીનની સ્‍વતંત્રતાની વિચારશૈલીને કેદ નહીં કરી શકે.

સજાની જાહેરાત પછી થોડીવારમાં જ પોતાના એક ટ્‍વીટમાં પાકિસ્‍તાની વડાપ્રધાને પ્રતિક્રિયા આપતા લખ્‍યું કે યાસીન મલિકને આ સજા કાશ્‍મીરીઓના આત્‍મનિર્ણયના અધિકારને નવી ગતિ પ્રદાન કરશે.

યાસીન મલિકને સજા બાબતે પાકિસ્‍તાન પહેલાથી જ ધુંધવાયેલું છે એટલે પાકિસ્‍તાની નેતાઓ અને ખેલાડીઓ નફરત ભરેલી ટીપ્‍પણીઓ કરી રહ્યા છે.

આ પહેલા ભૂતપૂર્વ રાજદૂત અબ્‍દુલ બાસીત અને શાહીદ આફ્રીદીએ પણ ટ્‍વીટ કર્યું હતું. અબ્‍દુલ બાસીતે એક ટ્‍વીટમાં કહ્યું, ‘શરમજનક, ભારતની કાંગારૂ કોર્ટ દ્વારા ન્‍યાયીક આતંકવાદ ફેલાવાઈ રહ્યો છે. મોદી ભારતને ફાસીવાદી બનાવે તે પહેલા દુનિયાએ ભારત સામે ઉભ  થવું પડશે.' તો આફ્રીદીએ લખ્‍યું કે ભારત માનાવધિકાર ઉલ્લંઘન સામે ઉઠી રહેલા અવાજોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

(4:01 pm IST)